________________
શ્રીરામયશેરસાયન-રાસ.
૧૯
હા, ગિરિ વૈતાઢે વિશેષી, તિઃપુર પુરનામ; વિદ્યાધર છે જવલનશિખ, રાજગુણે અભિરામ. નારી નામે શ્રીમતી, પુત્રી તે પરધાન તારા તારવિલેચના, કોઈ તારા સમાન. નૃપ ચકાંગતો સહી, સુત સાહસગતિ જોય; તારા દર્શન મહીયે, કરે જાચના સોય. વાનરપતિની વાંછના, તાત લિખિ એ વાત; સાહસગતિ સ્વલ્પાયુષ, કપિપતિને દઈ તાત. તારા ઉદરે ઊપના, નંદન આછા દેઈ,
જ્યાનંદ આનંદ ભલે, વલ્લીસમ ફલ હાઈ. સાહસગતિ સાંસય પડે, જારે રાતિજ દીહ અણસર કિમ પામીયે, એ જિનવચનાં લીહ. કોઈ દાવ ઉપાવસું, તારા સંગ કરાવું; તે જીવત લેખે લિખું, નહિતર તે મરી જાઉં. રૂપ પરાવર્તન કરી, વિદ્યાનો આરંભ; હેમવંત પર્વત લઈ મડે કરવા દંભ. ૮ ભૂચર ખેચર રાજવી, દલ બલ સબલ વિરાજ; દિયાત્રાએ ચાલિયે, રાવણ રૂડે રાજ. ઢાલ ૫ મી. વનમાલીકે હરા–એ દેશી. રાવણ દિગય ચાલીયે, સાથે સબ પરિવારે; તેજ પ્રતાપ વધે ઘણે, ઉગમત દિનકારે. રા. ૧ લંક પાયાલાં આવી, ખરેખરેહીજ મારે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org