________________
૫૦
- પ્રિન્ટ અહી મકરવજ રાજા કનકરથાદિને પિતાને ત્યાં કેદ કરે છે. અહીં ચેાથે અધિકાર બંધ થઈ પાંચમામા આભામાં કુકડાનું શું થાય છે તે વાત આવે છે. પાંચમા અધિકારમાં ગુણવલી, ધણીનું છેવિત રાખવામાટે દરરોજ સાસૂની સેવા ચાકરી કરી તેને પ્રસન્ન રાખે છે. રાજ્યમાં ચંદ રાજા નહીં હોવાથી પ્રજાજન જબરે ખલભલાટ મચાવી મૂકે છે. તેને મુખ્ય મંત્રી સમજાવી, વીરમતીને; જે માને તે ચંદને પ્રગટ કરવા વિનવવા જાય છે. વીરમતી આથી ક્રોધાયમાન થઈ પિતાનીજ આણ નગરમાં ફેરવવા જણાવે છે. જેથી મંત્રી તેના ગુણ જાણતા હોવાથી ચંદને બદલે વીરમતીની આજ્ઞા પ્રજા પાસે મનાવે છે. “આભાપુરીમાં સ્ત્રી રાજા છે” એવી ખબર દેશદેશ ફેલાવાથી હિમાલયને હેમરથ રાજા તે દેશપર ચઢી આવે છે, જ્યાં વીરમતી અને હેમરથવચ્ચે યુદ્ધ થાય છે. જેમાં વીરમતી સ્વ, અને દેવબલથી છતી હેમરથના નગરમાં પણ પિતાની આણ મનાવે છે. આથી આસપાસનાં બીજાં પણ ન્હાનાં મોટાં રાજ્યો વીરમતીની આજ્ઞાને કબૂલ કરે છે, હેમરથ રાજા પિતાના સિંહરથ પુત્રને વીરમતીની ચાકરી સારૂ મૂકીને સ્વદેશ પાછો વળે છે. આ પ્રમાણે ચંદ કૂકડો થવા પછી પૂર્વ, હિમાલય અને બીજા દેશોનું સ્વામીપણું ભગવતી વીરમતી (૭) વર્ષ ક્રમે ક્રમે વ્યતીત કરે છે. એવામાં ત્યાં આગળ શિવકુમાર નાટકીઓ, પિતાની શિવમલા પુત્રી સહિત આવી પહોંચે છે. વીરમતી સભા ભરીને તે લોકોને રમાડે છે. નાટકીઆઓ વીરમતીના ગુણગ્રામ નહિ કરતાં ચંદ રાજાની કીર્તિ વદે છે. આથી વીરમતીને અય લાગવાથી તે તેઓને દાન આપતી નથી. પરંતુ કૂકડો, પિતા પર કીર્તિકાંસો નહિ રાખવા માટે પિંજરામાંથી એક સુવર્ણકચોલુ ચાંચવડે નીચે પાડી નાટકીઆને આપે છે. વીરમતી ફરી બીજીવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org