________________
વિવેચન.] સુતે હેય, તેવી રીતે ઓશીકા વિગેરે ગોઠવી, પોતે છુપાઈ રહે છે. પાછળથી મઢેલી કણેરસટી લઇને ગુણવેલી આવે છે. અને ચિંતcરપણુથી, પથારીમાં શું છે તે જોયા વિના જ ત્રણ ઠબકા દઇ તુરત સાસને મંદિરે પાછી વળે છે. રાજા પણ તેની પછાડી જઇ હવે શું થાય છે તે જોવા ઉભો રહે છે. ત્યાં આગલ વીરમતી ગધેડીનું રૂપ કરી, મોટે સાદે ભૂકી, નગરલોકને નિદ્રાવશ કરી દે છે. પછી ગુણાવલીને એક સારૂં ઝાડ શોધી કાઢવા જણાવે છે કે જેના ઉપર બેસીને તેઓ વિમલપુરી જઈ શકે. ગુણાવલી એક આંબાનું ઝાડ પસંદ કરે છે. રાજા ચંદ્ર તે ઝાડના કોટરમાં તેઓ ન જાણે તેવી રીતે છુપાઈ જાય છે. પછી વીરમતી, રાણીને સાથે લઇને ઝાડની ડાલીઉપર બેસી, ત્રણ ઠબકા દઈ વિમલપુરી જવામાટે તે ઝાડને આકાશ માગે અધર ચલાવે છે. અમુક સમયમાં તે તરૂ વિમલપુરી—(હાલનું કાઠિયાવાડનું પાલીટાણું?) દેશ વિદેશ જોતાં જોતાં આવી પહોંચે છે. વીરમતી અને ગુણવલી ઉતરી કન્યાના આવાસે લગ્નરમુજ જેવા જાય છે, ત્યારે ચંદરાજા વરને આવાસ પસંદ કરી ત્યાં જાય છે.
ચંદને જાનીવાસમાં કઇ જાતને લગ્નઉત્સાહ દેખવામાં આવ નથી. તથાપિ તે પિતે અંદર પહેલા દરવાજામાં દાખલ થાય છે. ત્યાં દાખલ થતાંજ એક નોકર “ અવો ચંદનરેશરૂ ” કહી તેને હાથ પકડી લે છે. ચંદને પિતાની માતા જાણશે તો ભૂંડું થવાને ઘણે ભય રહે છે. અને તેથી “હું ચંદ નથી.” વિગેરે કહી પોતે છૂટવાને પ્રયાસ કરે છે, છતાં પણ તે છેડતા નથી. અને
આગલ રાજા પાસે લઈ જાય છે. તે સાતે દરવાજઉપર બેસા'ડેલાં મનુષ્ય પણ “ચંદ, ચંદ” કહી સાથે થઈ ચંદને રાજાપાસે લાવે છે. પછી તે રાજા, તેનો મંત્રી, રાણી, અને પરણનાર કુંવર વિગેરે એકાંતમાં બેઠેલાં છે તેને ચંદુ, “ લગ્ન પ્રસંગે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org