________________
વીરસેન ત્યાંથી નીકલી રાજમંદિરે જઈ જુએ છે તે રાજાને સમ્રબંધન વડે કાઈદેવીએ બાંધેલો છે. વિવિથોપચાર કર્યો તે પણ રાજાના તે બંધન તૂટતાં નથી. અંતે વીરસેનના આરાધનથી દેવી પ્રત્યક્ષ થઈ, રાજાને છેડવા ના કહે છે. કારણકે “એજ તારા બે રન્નેને ચોરનાર છે” એમ જણાવે છે. છેવટે અત્યાગ્રહથી, દેવી, “રત્ન આણું આપે તે છૂટો થાય !” એમ કહે છે. રાજાનો સચીવ તે રન લાવી આપે છે. અને દેવી પિતાનું અસલ રૂપ-જે કુસુમપુરીનગરની પાદેવી હતી તે રૂ૫ કરીને હાજર થાય છે. વીરસેન રાજાને છેડવા વિનવે છે, પરંતુ “તે તારી સ્ત્રી કુસુમશ્રીવિના છૂટશે નહિ!” તેમ જણાવી કુસુમશ્રીને તેડવા કાજે વીરસેનને મોકલે છે. વીરસેન આવી કુસુમશ્રીને કાર્યોત્સર્ગમાંથી ઉઠાડી, વેશ્યાને રોતી રાખી, ત્યાં રાજા પાસે લાવે છે. કુસુમશ્રી પાણિમાં પાણું લઈ રાજાપર છાંટી તેને દુઃખમુક્ત કરે છે. મયસાર રાજા બંનેને બદમાનપૂર્વક પોતાને ત્યાં રાખી તેઓની મેમાનગિરી સાચવે છે.
ડાક દિવસ ત્યાં રહ્યા પછી મયસારની રજા મેલવી, વિરસેનકુમાર પોતાના વિરહથી દુઃખી થતાં માતા-પિતાને મલવાસારૂ જવા નીકલે છે. પિતા પણ ઘણી જ કરાવી છેવટે પોતે જ તેની તપાસ સારૂ નીલેલો છે, તે, રસ્તામાં જ તેઓને મલે છે. પછી આનંદસહ માતાને મળવા પિતાને ગામ કનકશાલે આવે છે. ત્યાં સાંસારિક સુખભેગ ભેગ વતાં સુમશ્રી પટે: (૧) કમલસેન, (૨) કમલગુત, (૩) જયસેન, અને (૪) શ્રી મલી ચાર પુત્રની પ્રાપ્તિ થાય છે. અનુક્રમે ત્યાં આગલ શ્રીકૃતસાગરસૂરિ આવે છે. અને તેનાં ધર્મોપદેશથી અરિકેસરી રાજા, વીરસેનને રાજ્યારોહણ કરી પિતે દીક્ષા અંગીકાર કરે છે.
એક દિવસ વીરસેન શ્રીપુરે આવી મયસારને મલે છે, મયસાર પણ પિતાનું રાજ્ય પુત્રાભાવકારણથી વીરસેનને આપી પતે દીક્ષા લે છે. વીરસેન બીજા પુત્ર કમલગુપ્તને તેડાવી શ્રીપુરની ગાદીપર તેને બેસાડી, પિતે કનકશાલે પાછો આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org