________________
વિવેચન ખેંચેલા તીરને પાછું ખેંચતા નથી” તેમ, શાલિ પણ વિરાગથી પાછા હઠયો નહિ. આવામાં શ્રીધર્મષસૂરિ ત્યાં પધાર્યા, શાલિભદ્ર સપરિવાર વન્દના ચાલે, ગુરૂએ ઉપદેશ દીધો, અને શાલિ વૈરાગ્યપ્રત્યે સુદઢ બન્યો. ત્યાંથી માતા પાસે આવી સંસારત્યાગમાટે આશા માંગે છે. માતા ફરી યુકિતઓથી સમજાવે છે. વધારામાં એમ પણ સમજાવે છે કે, “તું વારંવાર કહેતા હતા કે—
“ વાત મ કાઢો વતતણું, અનુમતિ કોઈ ન દેસીરે સુખ ભેગવી(શ) સંસારના, પાડોસી દ્રત લેસરે. ”
છેવટે માતા દશ દિવસ રહેવા અત્યાગ્રહ કરે છે, અને શાલિકુમાર તે પ્રમાણે કરવા મરજીવાનું થાય છે. અનુક્રમે શાલિકુમાર રાજની એક એક નારી ત્યજે છે અને તે પ્રમાણે ચાર દિનમાં ચાર નારીઓને ત્યાગ કરે છે.
અહીથી કવિ પત્રાવૃતાંત કહેવા માંડે છે. શાલિભદ્રની એક નહાની બહેન સુભદ્રા છે. તેને તેજ ગામમાં ધનાશેઠની વેર પરણાવેલી છે. એક દિવસે ધનાને સ્નાન કરાવતાં સુભદ્રાને ભાઈને વૈરાગ્ય સ્મૃતિમાં આવતાં હૃદય ભરાઈ આવ્યું, અને ધારા વહી ધન્નાઉપર એક અશ્રુબિન્દુ પડયું. કારણ પૂછતાં “ શાલિભદ્ર નિત્યની એક એક સ્ત્રી તજે છે, અને સંયમ લેવાને છે તે જણાયું. સાહસીક ધન્નાએ મોઢું ફેરવ્યું અને શાલિરીતિને ધિક્કારવા લાગ્યો. શાલિને કાયર કહેવા લાગ્યા, અને એ પણ કહી દીધું કે “ હારા ભાઇ જે કેણિ? હારો ભાઈ દમવિનાને છે. છોડવી હતી તે સામટીજ બત્રીશ શું નહીં છોડી શકાતે ” બહેનથી પ્રીતમવચન સાંખી શકાયું નહિ “ ગમે તેવું તે પણ ભાઇ, એકજ લોહી, અને એકજ માતાના પુત્ર” તેણે સ્વપતિને તેઓનું વચન અસંભવિત ધારી પકે આપે અને હાસ્યમાં ટાણે પણ માર્યો કે--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org