________________
(ચરિત્ત.)
૩૩૯, જાતમાત્ર કાઢી હો એ, ન કર જન વિખ્યાત; રૂપ નિરૂપમ સુરકુમાર એિ કહઈ જન આગલિ વાત. ૭૩ લોક લાવઈ તે વધામણું એ, કહઈ સુત જેવા કેડતે; તતક્ષિણ તેહનઈ ઈમ ભણઈએ, અહ્મ સુત ચાંપા છોડને. ૭૪
રૂવિં મયણ હરાવીએ, મુખ પૂનિમને ચંદ તે; ભાલ વિશાલ સહામણું એ, જાણઈ આઠિમચંદ. ૭૫ દીપશિખાસમ નાસિકાઓ, પમુકતાફલસમ દંત તે; જીહા અમૃતની વેલડીએ, સેલડીથીય રસાલતે ! ૭૬ દર્શન સુંદર દેહનું એ, દીઠઈ આનંદ થાય તે; નયણઈ અતિ સુખ ઉપજઈએ, પાતક ભવના જાય તે ! ૭૭ તે માટે અહ્મ એકજ એ, ઘણુઈ મનોરથઈ જાતો; લાગે દષ્ટિ સંતિષનીએ, દેખાડું ન એ વાતતે. ૭૮ ઓચ્છવ અધિક અધિક હોઈએ, લોક જાણુઈ બહુ રૂપતિ; નામ કનકવિજ તસ દીએ, કઈ કનકરથ ભૂપતો. ૭૮ ભૂઈરામાંહિ વાધઈ ભલાએ, જિમ દ્વિતીયાને ચંદ; દેશ વિદેશિ જશ હુએ, રૂપ તણો એ કન્દત. ૮૦ સિંધલપુર વ્યાપારીયાએ. વહુરી વસ્તુ અનેક; સેરઠ દેશ વિમલપુરીએ, વ્યાપારી ગયો છે . ૮૧ તિહાં એક વાત અછઈ નવીએ, તે સુણજે એક ચિતિત; મકરધ્વજ રાજા ભલએ, સુબુદ્ધિ મંત્રી શુભમતિ. ૮૨ ૧-રૂપે, રૂ૫થી. ૨-મદન, કામદેવ. ૩–સંપૂર્ણ ચંદ્રસમાન રૂપવાળો. ૪-અર્ધ ચન્દ્રસમાન ભાલ-પાલવાળે. ૫-મૌક્તિક, મોતી. ૬-શેલડી કરતાં પણ.
૭-જેમ બીજને ચંદ્રમાં પહેલાં ન્હાનો હોઈને પછે દિવસે દિવસે વૃદ્ધિ પામી હેટ થતો જાય, તેવી રીતે. ૨જકાત લેવા માટે માંડવી ઉપર બેસનાર કારકુન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org