________________
૨૦૮
અશક-હિણ. તેહના ભેદ અનેક ભાષામેં બહુ સુણી. હૃદય સ્થલસું નિજ કર જને એકરે, અભિનવ નામ સંગીત નૃત્ય કહું કરે; અચરિજ લાગે મુજ મન નાટિક જોવતાં, વરસેં જિમ જલધાર. એ નયણે રેવતી સીંધુડો; બરાડી; કાલહ સુણ્યો, પણ તેહમાં એ ભેદ ભાષાઇ ન મેં ભણે; નામ કીસ્યું એ રાગનું સ્વામી દાખીઈ, પૂછયાં થણની અંતીએ ઉત્તર ભાપી. ઈમનિ સુણી ભૂનાથ વિચારે ચિતે ઈસ્યું, દેખો એ પરદુઃખ ન એહમેં ચિતવસ્યું; યદ્યપિ વાહલી મુજને, છે એ અતિ ઘણી,
સ્યુ કીજે તે નારી જીણું પરપીડા નવિ ગણી. ટાલ-૫, ૬, ૭, ૮, “કોઈક નાગરજનના પુત્ર મરણથી તેની માતાને વિલાપ કરતી સાંભલી રોહિણ, કોઈ ગીત ગાય છે એવું સમજી અને ધણુને તેનું રાગનામ પુછયું કારણકે રેહિણીએ કઈ દિવસ દુઃખ કેવું હોય છે તે સ્વપ્ન પણ જોયું–સાંભળ્યું ન હતું. આથી અશોકને વિચાર થયો કે પારકું દુ:ખ પણ એ ગણકારતી નથી. જોકે રોહિણી મને વાહલી છે છતાં પણ જે પરદુઃખને ગણકારતી નથી તેને શું કરવું?” આની અંદર રોવાને અવાજ સાંભળે અને રોહિણીએ નાટિક થાય છે એમ જાણ્યું તેમ સચવેલ છે. અને રહિતપસ્તવનમાં “હિણું અને અશોક જે ગેખમાં બેડા છે તે ગેખ નીચેથી મરણ પામેલા પુત્રને અગ્નિસંસ્કાર માટે તારેતા લઇ જતા ડાઘુઓને જોયા. અને સ્વપતિને પૂછયું કે આ નાટિક કયા પ્રકારનું છે એમ વર્ણવેલું છે.” આ પ્રમાણે-“હરે મારે એહવે કઈક નગરવણિકનો પુત્ર જે, આયુક્ષયથી બાળક મરણદશા લહેરે લે; હાંરે મહારે માત-પિતાદિક સહુ તેનો પરિવાર જે, રડને પડતે ગોખતળે થઈને વહે લે, હાંરે મારે તે દેખી અતિ હરખી રોહિણી તામ જો, પીકને ભાંખે એ નાટિક કુણ ભાતનુંરે લે, હાંરે મારે દીપ કહે એ પૂરવ પુન્યસંકેત, જન્મથી નવિ દીઠું દુ:ખ કોઈ જાતનુંરે લે.” ઢાલ પહેલી ગાથા ૫-૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org