________________
બધ)
13
આવી રીતે લેવાનો છે.” મતલબ એ છે કે અસંભવિતપણું નહોય તે કઢિપત માનવાનું કે કહેવાનું કંઈ પણ કારણ નથી. છતાં જ્યારે શ્રેણિક મહારાજની વિદ્યમાનતા ઇતિહાસથી સિદ્ધ થયેલી છે તો તેના સંબંધમાં આવેલ અને જેનાં સ્થાન, દીક્ષા, અનશન વગેરે પ્રાયક્ષ પૂર્વદેશની મુસાફરી કરનારને માલમ પડે છે, તેવા જ શાલિભદ્રને કલ્પિત માનવા જાય તો તે તે અક્કલની બહાર છે એમ કહેવું અનુચિત નથી. બીજા રાસાઓમાં પણ ઔષધિ-મંત્ર-આદિના અદ્વિતીય ચમત્કારને માનનારો પુરુષ કોઈ દિવસ તેમાં ર્ણવેલા બનાવને અસંભવિત ગણશે નહિ. અને જો તેમ ન ગણે તે તે કથા-રાસના નાયકને કપિત માનવાનું કંઈ પણ કારણ રહેતું નથી. વિશેષમાં જ્યારે અમુક દષ્ટાને પ્રવૃત્તિ કરાવવામાટે કથા-રાસનાયકનું ચરિત્ર જણાવવામાં આવે તો તે કલ્પિત હોવાનો અંશે પણ સંભવ નહાય જે તેવી રીતે સંથકાર સ્પષ્ટ ન કહે તો ખરેખરી વાત તરીકે જણાવતાં સકલ-અનર્થનું મૂલ મૃષાવાદ તેઓને સ્પષ્ટપણે ખુલાસો કર્યો શિવાય દષ્ટાંત તરીકે કલ્પિત કથા કહેનારાઓને) છે કે નહિ ? આટલાજ માટે તે છે રકળાએ (આવશ્યક ઉત્તરાધ્યયન-પિંનિયુક્તિ યાવત ઉપમિતિભવપ્રપંચ વિગેરે વિગેરેમાં) તે તે મહામએએ સ્પષ્ટપણે તે તે કથાઓનું કપિતપણું જણાવી દીધું છે. ગ્રન્થકારની શૈલી, વૃત્તિ ત્યાગ અને રાસનાયકનું વર્તન જોતાં કોઈપણ સુજ્ઞ આ કથાઓને કલ્પિત માનવાનું સાહસ કરી શકે નહિ. છતાં દૂધમાંથી પોરા કહાડવાની માફક કદિ કોઈકે તેમ કરે છે તેવાઓની યુક્તિરિક્ત વાત કેવલ ઉપેક્ષાપાત્ર થાય તે સ્વાભાવિક છે ! કથાઓમાં સત્યવતુ શી છે, એને વિચાર કરીને, હવે–
રાસભાષાઓ કર્ણકઠેર છે કે કેમ-તે વિષે કાંઈક વિવેકપૂર્વક વિચારણું કરીશું. બહતકાવ્યદેહન ગ્રન્થ ૧ લો બહાર પાડનાર, તેમાં “ ગુજરાતી કવિતા, ” એ વિષય લખતાં લખે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org