________________
૫૧
(કથા.) દિવસ બાર હુઆ જેતલે, થાણું નામ ભલું તેતલે. ૧૦ સુપન અનુસારે દીધું નામ, કસમશ્રી ગુણકરો ઠામ; ગિરિકંદરી વાધે જિમ જલતી, તેમ વાધે કુસુમથી સતી. ૧૧ અનુક્રમે પંચ વરસની પહલી, ભણવા બુદ્ધિ ભલી સંભવી; નિશાળે મૂકે ભૂપતિ, શાસ્ત્ર ભણાવે દ્વિજ વરમતિ. ૧૨ થડે દિન સિખી સવિ કળા, જાણે સયળ શાસ્ત્રના આમળા; જાણે કવિત નવા કેળવી, જાણે વર્ણ સુપરે મેળવી. ૧૩ જાણે ન્યાયગ્રન્થ સવિ ભણી, જાણે ગણિતગ્રન્થ આ ! ભણી; જાણે શબ્દતણો ઉપચાર, જાણે તિષશાસ્ત્રવિચારે. ૧૪ જાણે વૈદકશાસ્ત્ર નિદાન, જાણે નટ સંગીતાદિતાન; સામુદ્રિક લક્ષણ સવિ લહે, શકુનભેદ પૃછા સવિ કહે. ૧૫ જાણે તેલ સુગન્ધા કરી, જાણે અશ્વપરીક્ષા પરિ જાણે વસ કરવાના મંત્ર, જાણે અશ્મિબન્ધનના તંત્ર. ૧૬ જાણે શાયણિ ડાયણિ દમ, જાણે ભૂત પ્રેત નિગમી; જાણે નરલક્ષણ બત્રીસ, જાણે દંડાયુધ છત્રીસ. ૧૭ સકળ કળા સિખી તેણિ મુદા, જગ બીજી જાણે સારદા ! દેખી હરષ ધરે ભૂપાલ, ગંગવિજે પણ પહેલી ઢાલ. ૧૮=૭
દુહા, રાજા મન હર્ષ કરી દીધું દ્વિજને દાન; પ્રસન્ન થઈ ઘેર આવી, તે અધ્યાપક ગુણખાણ. ૧ કુસુમશ્રી ભવના, થઈ તે બુદ્ધિ-નિવાસ; સોળ શૃંગાર પહેરાવીને, માએ મોકલી રાય પાસ. ૨ સભા મળે આવી હર્ષચ્યું, તે કુમરી ગુણવંત; વિવરી બેલે બેલડા, સાંભળી સભા હરખંત. ૩ ૧-પારે. ૨-ત્યારે. ૩-ગિરિગુફામાં. –વેલડી. ૫-થઈ. ૬-સકલશાસ્ત્રકળા. ગંગવિયે પહેલી ઢાલ પભણી-કહી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org