________________
२६८ एकादशमं षोडशकम
* परेषां चारिसंजीवनीन्यायः सम्मतः 888 उक्तं ज्ञानत्रयस्वरूपम् । अथैतविपर्ययस्वरूपमाह -> 'गुर्वादी'त्यादि । गुर्वादिविनयरहितस्य यस्तु मिथ्यात्वदोषतो वचनात् । दीप इव मण्डलगतो बोधः स विपर्ययः पापः ॥११/१२॥
- ત્યા સ્ત્રી : सर्वधर्मानारराध - [पृ.७०] इत्युक्तम् । सम्मतश्चायमेव न्यायः परेषामपि । अत एव भगवद्गीतायामपि -> येऽप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयाऽन्विताः । तेऽपि मामेव कौन्तेय ! यजन्त्यविधिपूर्वकम् ।। - [९/२३] इत्युक्तम् । अत एव पाण्डवगीतायामपि
> आकाशात् पतितं तोयः यथा गच्छति सागरम् । सर्वदेवनमस्कारः केशवं प्रति गच्छति ।। - [उपसंहार-८०] इति चारिसंजीवनीन्यायादक्तम् । एतेन -> शृणुते सर्वधर्मांश्च सर्वान् देवान् नमस्यति । अनसूयुर्जितक्रोधस्तस्य तुष्यति केशवः ॥ [१/५८] <- इति विष्णुधर्मोत्तरपुराणवचनं तथा -> तैस्तैरेव सदागमैः श्रुतिमुखैर्नानापथप्रस्थितैर्गम्योऽसौ जगदीश्वरो जलनिधिर्वारा प्रवाहैरिव ।। - [५/९] इति प्रबोधचन्द्रोदयकृतः कृष्णमिश्रस्य वचनं व्याख्यातम्, विशेषबोधविरहदशायां प्रज्ञापनीयकृतस्य परमदेवधियाऽपरमदेवभक्त्यादेः परमदेवे विश्रामादिति तात्पर्य भावनीयम् ॥११/१२।।
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> गुर्वादिविनयरहितस्य तु मिथ्यात्वदोषतो वचनात् यो बोधः स दीपे मण्डलगत इव विपर्ययः पापः ॥११/१२।। उपाध्यायादीनां विनयरहितस्य श्रुतप्रदाननिषेध एव, तदुक्तं निशीथभाष्यादी -> पुरिसम्मि दग्विणीए विणयविहाणं न किंचि आइक्खे । नवि दिजति आभरणं पलियत्तियकण्णहत्धस्स ।। - [नि.भा.६२२१ बृ.क.भा.७८२]
આમ જણાવેલ છે. અન્ય દર્શનમાં જણાવેલી વાતનો પણ ઉચિત અપેક્ષાએ સ્વીકાર કરવાની વાત જૈનદર્શન જણાવે છે. તો પછી બીજા સમુદાયવાળા કે અલગ સંપ્રદાયવાળ કે અન્ય ગચ્છના લોકો જે વાત કરે તેનું મારી મચડીને ખંડન કરવું એ ક્યાંનો ન્યાય ? મનનવ પણ જે મારી મચડીને ખંડન કરવામાં પ્રયોજક નથી તો મજમુદ્દાત કેવી રીતે ખંડન કરવામાં પ્રયોજક બને ? તેવું કરે તો તે વ્યકિતમાં ચિંતાજ્ઞાન કેવી રીતે સંભવે ? ચિંતાજ્ઞાન સુધી ન પહોંચી શકનારા ભાવનાજ્ઞાન પાસે પહોંચે તેની તો કલ્પના પણ ન કરી શકાય. તેથી તે જીવ માત્ર શ્રુત જ્ઞાનમાં જ અટવાઈ જાય. અરે ! “બીજા સમુદાયવાળા જે કહે તેનું ખંડન જ કરવું' આ કદાગ્રહથી કલંકિત વ્યક્તિ પાસે શ્રુત જ્ઞાન પાર ન જ હોય, કારણ કે ભારેખમ કદાગ્રહ વિનાના જીવ પાસે જ મૃત જ્ઞાન હોય-આ વાત તો ૭ મા શ્લોકમાં જ મૂલકારશ્રીએ કહેલ છે. ‘મારું તે જ સાચું' આવી મનોવૃત્તિ મિથ્યાત્વની હોય. સમકિતીની મનોવૃત્તિ તો “સાચું તે મારું' આવી હોય. [૧૧/૧૦]
“સર્વ દર્શનનો યથોચિત સમન્વય કરવા દ્વારા જૈનદર્શનની સાચી જાણકારી મળે, કારણ કે જૈનદર્શન યથોચિત સર્વધર્મસમૂહસ્વરૂપ છે.” આવી બુદ્ધિથી સર્વ ધર્મના જીવો પ્રત્યે અનુગ્રહ કરવાની પરિણતિ પ્રગટે છે. સ્વદર્શનના જીવો ઉપર અનુગ્રહ કરવાનો જેવો રસ હોય તેવો જ રસ પરદર્શનના સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવાનો હોય છે. અર્થાત્ સ્વદર્શની અને પરદર્શની ઉપર અનુગ્રહનો સમાન રસ ભાવનાજ્ઞાનવાળા જીવોને પ્રાપ્ત થયેલ હોય છે, જેને સમરસાપત્તિ કહે છે. સમ = સરખો, રસ = અનુગ્રહપરિણામ. આપત્તિ = પ્રાપ્તિ. માટે ભાવનાજ્ઞાનવાળા જીવનો આશય ગંભીર હોય છે. સ્વદર્શની અને પરદર્શનીમાં ભેદભાવનો આશય ભાવના-જ્ઞાનવાળા જીવ પાસે નથી હોતો. માટે જ સ્વદર્શનીની જેમ પરદર્શનીનું પણ હિત થાય તેવી જ પ્રવૃત્તિ ભાવનાજ્ઞાનવાળે કરે છે. જે જીવનું જે રીતે, જ્યાં, જ્યારે કલ્યાણ થવાની શક્યતા હોય તે રીતે પ્રવૃત્તિ કરવાની ભાવનાજ્ઞાનવાળાનો ઈરાદો હોય. તે માટે ક્યારેક “શુદ્ર વર્મનિ થિCી તત્તઃ શુદ્ર સમી' આ ન્યાયનો પણ આથય ભાવનાજ્ઞાનવાળો કરે. વૈદિક કુળમાં જન્મેલો હોય અને નાસ્તિકની જેમ જીવન પસાર કરતો હોય તો તેને ગાયત્રીપાઠ કરવાનો ઉપદેશ આપે, નવકારમંત્રનો નહિ. તેને અતિથિસત્કારનો ઉપદેશ આપે, જૈનોને જમાડવાનો નહિ. તેને ઉપાશ્રયમાં જૈનમુનિના વ્યાખ્યાન સાંભળવાનો નહિ પાણા મોરારીબાપુની રામાયણ કથા કે પાંડુરંગ શાસ્ત્રીના ભાગવત સપ્તાહમાં જવાની પ્રેરણા કરે. તેના ઈદેવના દર્શન-વંદનાદિની તેને પ્રેરણા કરે. તેવી રીતે જ તે વ્યક્તિ ધર્મપ્રવૃત્તિ કરી, ધાર્મિક બની, આર્યસંસ્કૃતિને ધબકતી રાખી, હિંસા-જૂઠ-ચોરી-વ્યભિચારવિષય-કષાય-વ્યસનોથી મુકત રહીને મોક્ષમાર્ગે આગળ વધે છે. તેને નવકારજા૫, જૈનોને ભોજન કરાવવા, જેનપ્રવચનનું જ શ્રવણ, જિનદર્શન-પૂજા વગેરેની જ વાત કરવામાં આવે તો તે ભડકી જ જાય; વધુ નાસ્તિક બને. જૈનકુળમાં જન્મેલ ધર્મપરામુખ યુવાનને તો નવકાર જાપ, સાધર્મિક ભકિત, સાધુભક્તિ, જિનપ્રવચનથવાણ, જિનદર્શન-પૂજા વગેરેની પ્રેરણા ભાવનાજ્ઞાનવાળો કરે. તાવિક ધર્મની જિજ્ઞાસાવાળા સિદ્ધરાજ જયસિંહને શ્રીકલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિવરે સર્વ દેવોની ઉપાસના કરવાનું જણાવ્યું. તથા સમકિતી બનેલા પરમહંત કુમારપાળને કેવળ વીતરાગ દેવ અને જૈન ધર્મની આરાધના કરવાનું જણાવ્યું. આ રીતે સર્વ ધર્મના જીવોને હિતકારી પ્રવૃત્તિ ગંભીર મનવાળા ભાવનાજ્ઞાની જ કરી શકે. આ વિષય વાચકવર્ગે પણ શ્રદ્રતા છોડી ગંભીર મનથી વિચારવો. જિનશાસનને આત્મામાં પરિણમાવવા માટે સાંપ્રદાયિક જડતા - કદાગ્રહકલુષિતતા છોડવી જ પડે. [૧૧/૧૧]
સંક્ષેપમાં પાછળના કોઠામાં ત્રણેય જ્ઞાનનો પરિચય આપવામાં આવે છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org