________________
२३८ दशमं षोडशकम्
age मार्गानुसारिणि वचनानुष्ठानमंशतः सत्
वाप्तेस्तत्र च लोकसंज्ञाऽभावात्, नान्यस्य, विपर्ययात् । निश्चयनयमतमेतत् । व्यवहारतस्त्वन्यस्यापि मागानुसारिणो वचने प्रवर्तमानस्य देशत इदं भवत्येवेति द्रष्टव्यम् ||१०|६||
तुर्यस्वरूपमाह => ‘સ્વિાતિ |
| हि लोकसंज्ञाऽभावात् = भगवद्वचनप्रतिकूलायाः प्रभूतसंसाराभिनन्दिसत्त्वक्रियाप्रीतिरूपाया लोकसंज्ञाया विच्छेदात् । इदमेवाभिप्रेत्य पञ्चसूत्रे प्रवज्यापरिपालनसूत्रे -> पायं छिण्णकम्माणुबंधे खबर लोगसण्णं, पडिसोअगामी अणुसोअनिवित्ते सया सुहजोगे < [૮/૬] ત્યાઘુક્તમ્ | જ્ઞાનસરેપિ -> प्राप्तः षष्ठं गुणस्थानं भवदुर्गादिलङ्घनम् । लोकसंज्ञारतो न स्यात् | मुनिर्लोकोत्तरस्थितिः ॥ <- ( २२ / १) इत्युक्तम् । अयमेवाऽऽत्मानमनुभवति पूर्णानन्दस्वरूपेण । तदुक्तं अध्यात्मगीतायां -> लोकैषणादिसंज्ञातो मुह्यामि न स्वबोधतः । इत्येवं वर्तनादात्मा पूर्णानन्दोऽनुभूयते ||४७८ || - इति । व्यवच्छेदमाह -> नान्यस्य = न संसारिणो गृहस्थस्य, विपर्ययात् लोकसंज्ञासमन्वितत्वात् । निश्चयनयमतमेतत् । व्यवहारतः = कारणे कार्यत्वोपचारात् तु अन्यस्यापि मार्गानुसारिणः उपलक्षणत्वात् सम्यग्दृष्टेश्च वचने प्रवर्त्तमानस्य देशतः अंशतः इदं
वचनानुष्ठानं भवत्येव, प्राक्तनदशायां सर्वथाऽसतः पश्चादप्ययोगात् । यथोक्तं योगविंशिकावृत्ती -> अपुनर्बन्धका अपि च व्यवहारादिहाधिकारिणो गृह्यन्ते <- [गा.१३ पृ.१२] । अत एव योगशतकेऽपि प्रदर्शितः गृहिणो योगसम्भवः सङ्गच्छते [यो.श.गा. ३१] । युक्तःञ्चैतत् मार्गानुसारिणोंऽशतोऽपि वचनानुष्ठानानभ्युपगमेऽग्रेतनावस्थालाभासम्भवात् । प्रागुक्तरीत्या प्रीति - | भक्त्यनुष्ठानेऽपि षष्ठगुणस्थानके स्वीकर्तव्ये इति ध्येयम् ||१० / ६ ||
=
कल्याणकन्दली
=
કારણ કે સાધુ જ સંસારરૂપી કિલ્લાને ઓળંગી ગયા છે. આનું કારણ એ છે કે સાધુને હું ગુણસ્થાનક પ્રાપ્ત થયેલ છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે લોકસંજ્ઞા નથી હોતી. [માટે સાધુ સર્વત્ર ‘લોકો આ પ્રવૃત્તિથી ખુશ થશે કે નહિ ?' તે વિચારવાના બદલે ‘શાસ્ત્ર આમ કહે છે માટે મારે આમ કરવાનુ છે.’ આમ વિચારીને પ્રવૃત્તિ કરે છે. માટે વચનાનુષ્ઠાન સાધુને જ હોય.] સાધુથી ભિન્ન કોઈ જીવને વચનાનુષ્ઠાન ન હોય, કારણ કે સંસારી ગૃહસ્થોને હું ગુણસ્થાનક પ્રાપ્ત ન થયેલ હોવાથી તેઓ લોકસંજ્ઞાથી મુક્ત નથી હોતા. આ નિશ્ચય નયનો મત છે. વ્યવહાર નયથી તો સાધુ સિવાયના માર્ગાનુસારી ગૃહસ્થ પણ જિનવચનને વિચારીને પ્રવૃત્તિ કરે તો તેને આંશિક રીતે આ વચનાનુષ્ઠાન હોય જ છે. એમ જાણવું. [૧૦/૬]
Jain Education International
વિશેષાર્થ :- જિનવચનને અવશ્ય યાદ કરીને સર્વ ધર્મક્રિયામાં દેશ-કાલ-પુરુષ-વ્યવહારાદિ ઔચિત્ય જાળવીને જે પ્રવૃત્તિ સાધુ કરે તે વચનાનુષ્ઠાન જાણવું. અર્થાત્ જે ધર્મક્રિયા ‘ભગવાને આમ કરવા જણાવેલ છે', ‘મારા માટે આ ક્ષમા વગેરે કર્તવ્યરૂપે જિનેશ્વર ભગવંતે બતાવેલ છે' આવા સ્મરણપૂર્વક થાય નહિ તે ધર્મક્રિયા વચનાનુષ્ઠાન ન બની શકે. તેમ જ જે દેશમાં રાજારાજ્યતંત્ર-પ્રજા જૈનધર્મની કટ્ટર દ્વેષી હોય તે દેશમાં જાહેરમાં પ્રભુજીના વરઘોડા કાઢવા, જાહેરપ્રવચનો કરવા વગેરે ક્રિયામાં દેશઔચિત્યનો ભંગ થતો હોવાથી તેને વચનાનુષ્ઠાન ન કહેવાય. અસજ્જાયના કાળમાં સ્વાધ્યાય કરવો, ગ્લાનવૈયાવચ્ચના અવસરે ભણવું તેમાં કાલ ઔચિત્યનો ભંગ થવાથી તે વચનાનુષ્ઠાન ન ગણાય. માંડ માંડ એકાસણાનો તપ કરનાર પોતાના સ્વાધ્યાય વગેરે યોગોને છોડી અઠ્ઠાઈ કરે તો તેમાં પુરુષઔચિત્યનો ભંગ થવાથી તેને વચનાનુષ્ઠાન ન કહેવાય. બીજાની ભક્તિમાં વ્યાઘાત થાય તે રીતે બૂમ-બરાડા પાડીને દેરાસરમાં સ્તવનો ગાવા, જાહેર રસ્તામાં લે-માત્ર કરવા બેસી જવું.- આમાં વ્યવહાર ઔચિત્યનો ભંગ થવાથી તે વચનાનુષ્ઠાન ન કહેવાય. વચનાનુષ્ઠાનના અધિકારી નિશ્ચય નયથી માત્ર સંયમી જીવો જ છે. કેમ કે તેઓ દરે ગુણઠાણે આરૂઢ હોવાથી લોકસંજ્ઞાવિનિર્મુક્ત હોય છે. જન-મનરંજન કરવાની વૃત્તિથી-પ્રવૃત્તિથી સાધુઓ વેગળા હોવાથી તેઓ જિનાજ્ઞા મુજબ જ સર્વ ધર્મક્રિયાઓ કરે છે. લોકોને ખુશ કરવાના આશયથી જે ધર્મક્રિયા થાય તેમાં વચનાનુષ્ઠાનના પ્રાણસ્વરૂપ જિનાજ્ઞાસાપેક્ષતા, વિધિ-જયણા-બહુમાન-વિશુદ્ધિયુક્તતા ચાલી જવાથી તે ધર્મક્રિયા વચનાનુષ્ઠાન ન બની શકે.
વ્યવહાર નયનો અભિપ્રાય એ છે કે જે જીવ માર્ગાનુસારી હોય તે જિનાજ્ઞા અનુસારે ધર્મપ્રવૃત્તિ કરતો હોય ત્યારે તે ધર્મક્રિયા આંશિક વચનાનુષ્ઠાન કહી જ શકાય. જેમ જેમ તે જીવ માર્ગાનુસારી કક્ષામાં આગળ વધતો જાય, જેમ જેમ આજ્ઞાસાપેક્ષતા વધુને વધુ સૂક્ષ્મ-સઘન-નકકર બનતી જાય તેમ તેમ વચનાનુષ્ઠાનનો અંશ બળવત્તર બનતો જાય છે. તામલી તાપસની જીવનચર્યાની સમગ્રતાને નજર સમક્ષ લાવતાં આ વાત સ્પષ્ટ થશે. માર્ગાનુસારી અવસ્થામાં થતી ધર્મચર્ચાને વચનાનુષ્ઠાનની અભિમુખ માનવામાં ન આવે, આંશિક વચનાનુષ્ઠાનસ્વરૂપ માનવામાં ન આવે તો તે જીવ માર્ગાનુસારી કક્ષાથી આગળ વધી જ નહિ શકે. પૂર્વ અવસ્થામાં આંશિક વસ્તુનો સ્વીકાર કરવામાં આવે તો જ ઉત્તર અવસ્થામાં પૂર્ણ વસ્તુ પ્રાપ્ત થઈ શકે. એમ વ્યવહાર નયનું મંતવ્ય છે. પૂર્વોક્ત પ્રીતિ, ભક્તિ અનુષ્ઠાન પણ સાધુને હોય છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. [૧૦/૬]
For Private & Personal Use Only
www.jainelibrary.org