________________
३२० चतुर्दशं षोडशकम्
प्रणिधानस्य योगफलाऽसाधारणकारणता विहितेरानुष्ठानप्रीत्यतिशयितप्रीतिः । एतैः युक्तानि हि = सम्बद्धानि हि चित्तानि अष्ट प्रबन्धत: : प्रवाहेन वर्जयेत् - परिहरेत् मतिमान् = बुद्धिमान् ॥१४/३| उक्तानेव खेदादींश्चित्तदोषान् फलद्वारा विवृण्वन्नाह -> 'खेद'इत्यादि ।
खेदे दााऽभावान प्रणिधानमिह सुन्दरं भवति । एतच्चेह प्रवरं कृषिकर्मणि सलिलवज्ज्ञेयम् ॥१४/४॥
खेदे चित्तदोषे सति दादाभावात् = क्रियासमाप्तिव्यापिस्थैर्याऽभावात् न प्रणिधानं = ऐकाग्यं इह = प्रस्तुते योगे सुन्दरं = प्रधाजं भवति । एतच्च प्रणिधानं इह = योगे प्रवरं - प्रधानं = फलासाधारणकारणमित्यर्थः, कृषिकर्मणि = धान्यनिष्पत्तिफले सलिलवत् = जलवत् ज्ञेयम् ॥१४/४|| ___ उद्वेगे विद्वेषाद्विष्टिसमं करणमस्य पापेन । योगिकुलजन्मबाधकमलमेतत्तद्विदामिष्टम् ॥१४/५॥
कल्याणकन्दली व्याख्यातम्, कार्य-कारणयोरभेदोपचारात् । ततश्चोत्साहो जनयितव्य इति उपदेशः । तदुक्तं वाल्मीकीरामायणे -> उत्साहवन्तः पुरुषा नावसीदन्ति कर्मसु <- [किष्किन्धाकाण्ड-१/१२२] । पञ्चतन्त्रे विष्णुशर्मणापि -> अनिर्वेदः श्रियो मूलम् <- [१/३५९] इति प्रोक्तम् । शिष्टं स्पष्टमधिकञ्च वक्ष्यते तत्तद्दोषनिरूपणे ॥१४/३॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> खेदे दादाभावात् इह सुन्दरं प्रणिधानं न भवति । एतच्च कृषिकर्मणि सलिलवत् प्रवरं ज्ञेयम् ।।१४/४।। इयं कारिका योगभेदद्वात्रिंशिकावृत्तौ द्वा.द्वा.१८/१३] समुद्भता । एतदनुसारेण योगभेदद्वात्रिंशिकायां -> प्रवृत्तिजः क्लमः खेदस्ततो दाढ्यं न चेतसः । मुख्यो हेतुरदश्चात्र कृषिकर्मणि वारिवत् ||१३|| - इत्युक्तम् । क्रियासमाप्तिव्यापिस्थैर्याभावात् = सक्रियापूर्णतां यावत् स्थैर्यस्याऽयोगात् न प्रस्तुते योगे प्रधानं ऐकाग्यं भवति, प्रवृत्तिजन्यस्य मानसद:खानुबन्धिनः खेदस्य तद्विघटकत्वात् । अतः खेददोषपरिहाराय स्वोचितकर्तव्ये प्रेम कर्तव्यम् । तदुक्तं प्रेमगीतायां > सत्कर्तव्योपरि प्रेम कर्तव्यं शुद्धरागिभिः । यत्र प्रेम भवेत् तत्र चित्तैकाग्यं प्रजायते ॥ - [५१२] इति ।
प्रणिधानं योगे फलासाधारणकारणम् । प्रणिधानलिङ्गं तु यथाशक्तिक्रियादि, यथोक्तं -> विशुद्धभावनासारं तदार्पितमानसम् । यथाशक्तिक्रियालिङ्गं प्रणिधानं मुनिर्जगौ ।। - स्वल्पकालमपि शोभनमिदं = प्रणिधानं], सकलकल्याणाऽऽक्षेपादिति [पृ.११६] व्यक्तं ललितविस्तरायाम् । योगदृष्टिसमुच्चये प्रथमदृष्टौ खेदत्याग उक्त इति ध्येयम् ॥१४/४॥ शत भुद्धिशाली त्या वो . [१४/3] ' વિશેષાર્થ :- ઉપરોકત ખેદ વગેરે આઠ દોષ ચિત્તને મલિન, અસ્થિર કરે છે, કે ઉન્નતિ કરવા માટે અસમર્થ કરી દે છે. માટે શુદ્ધ, સ્થિર, સમર્થ ચિત્તે દરેક ધર્મક્રિયા કરવા માટે આ આઠ દોષને ટાળવાના છે. [૧૪/૩]
ઉપરોક્ત ખેદ વગેરે ચિત્તદોષનું જ ફલ દ્વારા વિવેચન કરતા ગ્રંથકારથી જણાવે છે કે –
ગાથાર્થ :- ખેદ હોતે છતે દઢતા ન રહેવાથી યોગમાં સુંદર પ્રણિધાન થતું નથી. જેમ ખેતીક્રિયામાં પાણી પ્રધાન છે તેમ આ પ્રણિધાન અહીં યોગમાં પ્રધાન જાગવું. [૧૪/૪]
ઘર્મક્રિયામાં પેદને ટાળીએ : ટીકાર્ય :- ખેદ નામનો ચિત્તનો દોષ હોતે છતે ક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ટકનારી સ્થિરતા ન રહેવાના કારણે પ્રસ્તુત યોગમાં પ્રણિધાન-એકાગ્રતા પ્રધાન બનતી નથી. અહીં યોગમાં પ્રણિધાન તો ફલ પ્રત્યે અસાધારણ કારણ છે. જેમ કે ધાન્યનિષ્પનિફલક કૃષિક્રિયામાં પાણી ફલ પ્રત્યે અસાધારણ = પ્રધાન કારણ છે તેમ ઉપરનું સમજવું. [૧૪/૪]
વિશેષાર્થ - જેમ લાંબો માર્ગ કાપીને મુસાફર થાકી જાય અને ત્યાર બાદ આગળ ચાલવા માટે ઉત્સાહી ન રહે. તેમ પૂર્વકાલીન ધર્મક્રિયાની પ્રવૃત્તિથી થાક લાગતાં પછીની ક્રિયા કે ધ્યાનમાં પ્રવૃત્તિ કરવાને આત્મામાં ઉત્સાહ ન થાય, ખેદ હોય, ખિન્નતા હોય. આમ ખિન્ન થયેલું ચિત્ત પછીથી ધ્યાન કે ક્રિયામાં દૃઢ બનતું નથી. તેથી ત્યાં પ્રણિધાન-એકાગ્રતા-તન્મયતા થવામાં અવરોધ ઉભો થાય છે. પ્રણિધાન વિના તો ચાલી શકે તેમ છે જ નહિ. કેમ કે જેમ ધાન્યને નિષ્પન્ન કરે તેવી ખેતીમાં પાણી જરૂરી છે તેમ દરેક ધર્મસાધનામાં પ્રણિધાન જરૂરી છે. ખેદના લીધે તન્મયતાનો રંગ આવે નહિ. પછી ક્રિયા કે ધ્યાન કરે તો પણ શુભ અધ્યવસાય ક્યાંથી વિકસ્વર થવાના ? જો શુભ અધ્યવસાય કમાવવા હોય તો જેમ વેપારી લાભ કરાવનાર આડતિયાની સરભરા બરાબર ઉત્સાહ-ઉલ્લાસઉમંગથી કરે છે તેમ મહાન શુભ અધ્યવસાયનો લાભ કરાવનારી ક્રિયાની ઉપાસના બરાબર રંગેચંગે ઉલ્લાસથી કરવી જોઈએ. ત્યાં ખિન્નતા શા માટે ? રોતા રોતા ક્રિયા થાય એમાં લાખનો માલ પાંચ રૂપિયામાં લીલામ કરવાની મુર્ખાઈ થાય. બુદ્ધિમાન આવું ન કરે. સીમંધરસ્વામીના ૩૫૦ ગાથાના સ્તવનમાં ઉપાધ્યાયજી મહારાજે જણાવેલ છે કે – કિરિયામાં ખેદે કરી રે, દઢતા મનની નાંહિ રે, મુખ્ય હેતુ તે ધર્મમાં ૨, જિમ પાણી કૃષિમાંહિ રે. – યોગદટિસમુચ્ચયમાં પ્રથમ મિત્રાદષ્ટિમાં ખેદ દોષનો ત્યાગ જણાવેલ છે. [૧૪/૪]
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org