SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત પ્રકાશન વિશે પ્રસ્તુત ગ્રંથના અધ્યયન-અધ્યાપનના અનેક વાર પ્રસંગો ઉપસ્થિત થયા ત્યારે અંતરમાં એવી એક કામના ઉદ્ભવી કે વ્યાપક વિષયોથી ભરેલ ‘ષોડશક’ અને તેની ‘યોગદીપિકા' વ્યાખ્યામાં રહેલા તાત્પર્યાર્થોને કાઢીને જૈન સંઘ સમક્ષ મૂકવામાં આવે અને તેનો પૂરેપરી શક્તિ લગાવીને જો અમલ કરવામાં આવે તો ખરેખર વર્તમાન જૈનશાસનમાં એક જબ્બર ક્રાંતિ આવે, બાહ્ય-આંતર વિશુદ્ધિ અને પુણ્યનો પ્રવાહ વેગથી વહેવા લાગે, તારક તીર્થંકરોએ જે અર્થમાં શાસનપ્રભાવના જગાવેલી છે તે રીતે જિનશાસનની શાન વધે, બાહ્ય-આંતર આક્રમણોથી શાસન મુકત બને. એટલું ૬૮ નહિ, રાજ્યવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, કુટુંબવ્યવસ્થા, સમાજવ્યવસ્થા પણ સુયોગ્ય અને સુંદર થાય - એવું નિ:સંદિગ્ધપણે કહી શકાય. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ અને હરિભદ્રલઘુબાંધવ - આ બન્નેનું એક સામ્ય એ છે કે તેઓ શબ્દથી જેટલું પ્રગટ કરે છે તેના કરતાં પોતાના શબ્દમાં છૂપાવેલું ઘણું રાખે છે. તે છૂપાયેલ ગૂઢાર્થને વિચારતો ગયો તેમ તેમ દિવ્ય આનંદની અનુભૂતિ થતી ગઈ. તેથી ગુરૂકૃપાથી મળેલ ક્ષયોપશમના આધારે ષોડશકના ગૂઢાર્થોને બહાર કાઢવાની અને ભાવાર્થોને સ્પષ્ટ કરવાની મારી ભાવના સંકલ્પસ્વરૂપ બની. પ્રસ્તુત ગ્રંથમાં નોંધપાત્ર એક બાબત એ છે કે સમરસાપત્તિ (૨/૧૫) પ્રણિધાન-પ્રવૃત્તિ વગેરે પાંચ આશય (૩′ ષોડશક), વિઘ્નોપશમની વગેરે ૩ પૂજા (૯મું ષોડશક), પ્રીતિ-ભક્તિ વગેરે ચાર અનુષ્ઠાન (૧૦મું ષોડશક), શ્રુત-ચિંતાભાવના એમ ૩ પ્રકારના જ્ઞાન (૧૧મું ષોડશક), સ્પર્શ (૧૨/૧૫), ખેદાદિ આઠ ચિત્તદોષ (૧૪મું ષોડશક), લાપંચકયોગ (૧૫/૬) વગેરે અન્યદર્શનીય પદાર્થોનું પ્રસ્તુત ગ્રંથમાં સમવતારરૂપે નિરૂપણ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે કરેલ છે. યોગદીપિકામાં આ બધા પદાર્થોનું સ્પષ્ટીકરણ છે જ. તદુપરાંત અન્ય દર્શનના શાસ્ત્રમાંથી જૈન શાસ્ત્રોમાં શ્રીહરિભદ્રસૂરિમહારારે જ સમવતારરૂપે લીધેલા વિષયપ્રતિભાસાદિ ત્રણ જ્ઞાન (યો. ૫/૯), કુલયોગી વગેરે ચાર પ્રકારના યોગીઓ (ષોડ. ૧૩/૧૩), સમન્તભદ્રા વગેરે ૩ પ્રકારની પૂજા (૯/૧૦), સદ્યોગાવંચક વગેરે ૩ પ્રકારના યોગ (૮/૧૩) વગેરે પદાર્થોનું મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ષોડશકની યોગીપિકા ટીકામાં પ્રસંગોપાત્ત નિરૂપણ કરેલું છે. મોક્ષમાર્ગાનુસારી પ્રકૃષ્ટ વિશુદ્ધ સોપશમની સાથે ગંભીરતા, ભાવનાજ્ઞાન વગેરે ગુણોનો વૈભવ હોય તો જ પરદર્શનના યોગ્ય પદાર્થોનો જૈનાગમને બાધ ન આવે તે રીતે જૈન ગ્રંથોમાં સમવતાર કરવાની ઉદારતા આવે. આનાથી એમનામાં સત્યાગ્રહ નહિ પણ સત્યનિષ્ઠા, દષ્ટિરાગ નહિ પણ ગુણાનુરાગ, દષ્ટિસંમોહ નહિ પણ દૃષ્ટિનિર્મલતા, પક્ષપાત નહિ પણ નિષ્પક્ષતામધ્યસ્થતા સૂચિત થાય છે. અન્યદર્શનશાસ્ત્રમાં આવતું સત્યપદાર્થનું પ્રરૂપક વચન એ જૈનાગમથી ભિન્ન નથી. આથી જ અન્ય દર્શનના સત્યપદાર્થો ઉપર દ્વેષ એ વાસ્તવમાં દ્વાદશાંગી ઉપરના જ દ્વેષરૂપ છે, દષ્ટિસંમોહરૂપ છે (સમ્મતિતર્ક ૧/૨૮, ઉપદેશપદ-૬૯૩, ૬૯૪; ષોડશક ૪૧૧, ૧૧ ૧૦, ૧૬ ૧૩). આ વાત પ્રસ્તુત ગ્રંથમાં મૂલકારશ્રીએ જણાવેલ છે. સમ્મતિતર્ક, ઉપદેશપદ, લોકતત્ત્વનિર્ણય વગેરે ગ્રંથોમાં પણ આ જ વાત બતાવવામાં આવી છે. ‘‘મારી વાડીમાં ઉગે તે ગુલાબ અને બીજાની વાડીમાં ઉગે તે બધા જ ધતુરાના ફ્લુ. મારી માં તે માં, બીજાની માં તે ડાકણ.' આવી નાદિરશાહી તીર્થંકર ભગવંતોને માન્ય નથી, કારણ કે તે વિષતુલ્ય મિથ્યાત્વના ઓડકાર સમાન છે. બીજી એક નોંધપાત્ર વિશિષ્ટતા એ છે કે મૂળ ગ્રંથમાં રજા ષોડશકમાં (શ્લોક-૧૫), ૮મા ષોડશકમાં (બ્લોક૫), ૯મા ષોડશકમાં (બ્લોક-૮), ૧૧મા ષોડશકમાં (શ્લોક-૧૧) અને ૧૬મા ષોડશકમાં (બ્લોક-૧) ‘સમરસાપત્તિ’ શબ્દ આવે છે. શબ્દ એક જ હોવા છતાં પ્રકરણ-સદર્ભ મુજબ યોગદીપિકા-ટીકામાં મહોપાધ્યાયજી મહારાજે તદ્દન અલગઅલગ રીતે અર્થઘટન ૪ સ્થાને કરેલ છે. આ તેઓશ્રીની એક નોંધપાત્ર વિશિષ્ટતા કહેવાય. આનાથી સૂચિત થાય છે કે શાસ્ત્રના ભાવાર્થને-તાત્પર્યાર્થને પામવા હોય, પચાવવા હોય તો જડતાથી માત્ર શબ્દને શબ્દાર્થને વળગી ન રહેતાં સંદર્ભદિને અનુસારે ગ્રંથકારના તાત્પર્ય સુધી તટસ્થતાથી પહોંચવું જોઈએ. તે માટે કોઈ પણ જાતના પૂર્વગ્રહો કે હઠાગ્રહોથી તદ્દન વેળગા રહેવું જોઈએ. આજ વિશ્વકલ્યાણકર શ્રીજિનશાસનની જૈન શાસ્ત્રકાર-વ્યાખ્યાકાર મહર્ષિઓની પવિત્ર પ્રાચીન વ્યાખ્યાપદ્ધતિ છે. સહુ કોઈ મુમુક્ષુને માટે સન્માન્ય અને આદરણીય એવી પ્રસ્તુત - વ્યાખ્યાપદ્ધતિને પ્રવચન, અધ્યયન આદિ ક્ષેત્રે પણ અપનાવવમાં આવે તો જ શાસ્ત્રકારોને આપણે ન્યાય આપ્યો ગણાય, અને તો જ સ્વ-પરનું તાત્ત્વિક કલ્યાણ સંભવે. ઉપરોકત બન્ને હકીકતને નજર સામે રાખીને ષોડશક અને યોગીપિકા ઉપર સમન્વયાત્મક ટીકા લખવાનું નિશ્ચિત Jain Education Intemational, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004833
Book TitleShokshaka Prakarana Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2000
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy