________________
કર્મનો સિદ્ધાંત
૩. અકર્મ (Inaction)
મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓ બંધ કરી દઈએ તેને જ અકર્મ કહેવાય તેવું નથી. ખરેખર તો મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓ સંપૂર્ણ પણે તો બંધ થઈ શકે જ નહિ.
ન હિ કશ્ચિત ક્ષણમપિ જાતુ તિષ્ઠતિ અકર્મકતા (ગી. ૩/૫) કોઈ પણ માણસ એક ક્ષણ પણ ક્રિયાહીન રહી શકે જ નહિ. નહિ દેહમૃતા શક્ય ત્યક્ત કર્યાણિ અશેષતઃ I (ગી. ૧૮/૧૧)
દેહ ધારણ કરનાર કોઈ પણ માણસ કે પ્રાણીને માટે સંપૂર્ણપણે ક્રિયાનો ત્યાગ કરવાનું શક્ય જ નથી. એટલે નીચે જણાવેલા કર્મને “અકર્મ” કહી શકાય.
૧. કર્તાપણાના અભિમાન સિવાય કરેલાં કર્મ. ૨. રાગદ્વેષથી પ્રેરાયા સિવાય કરેલાં કર્મ. ૩. શુદ્ધબુદ્ધિથી પોતાની પવિત્ર ફરજ સમજીને કરેલાં નિત્યકર્મ ૪. મારો ભગવાન રાજી થાય તેવી ભાવનાથી ભગવત્ પ્રીત્યર્થે કરેલાં
કર્મ. ૫. સમષ્ટિના કલ્યાણ માટે કરેલાં કર્મ. ૬. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ કરીને કરેલાં કર્મ. ૭. નિષ્કામ કર્મ.
ઉપર્યુક્ત અકર્મ પણ કરનાર કર્તાની હૃદય-ભાવનાફેરને લીધે કેટલીક વખત “કર્મ” અગર “વિકર્મ' બની જાય છે. દા.ત.,
(૧) મન, વાણી શરીરની તમામ ક્રિયાઓનો ત્યાગ કરીને એકાંતમાં બેઠેલો ક્રિયારહિત કોઈ સાધક પુરુષ પોતાને સંપૂર્ણ ક્રિયાઓનો ત્યાગી તરીકેનો અહંકાર ધારણ કરીને દેખીતી રીતે તે કંઈ પણ ક્રિયા નહિ કરતો હોવા છતાં કર્મત્યાગનો અહંકાર હોવાને લીધે તેનું એ ત્યાગરૂપ કર્મ પણ અકર્મ બની જાય છે. એટલે તેનું ત્યાગરૂપ “અકર્મ પણ કર્મ બની જાય છે. તેણે કર્મ કર્મત્યાગ કર્યાનું કર્મ કર્યું ગણાય.
(૨) પોતાનું કર્તવ્ય પ્રાપ્ત થયું છતાં ભય અગર સ્વાર્થને લીધે અગર તો જવાબદારીથી છટકવા માટે કર્તવ્ય કર્મથી મોઢ ફેરવી લે અને વિહિત કર્મો ના કરે અથવા ખરાબ દાનતથી લોકોને ઠગવા માટે કર્મોનો ત્યાગ કરે તો દેખીતી રીતે તે કંઈ પણ કર્મ નહિ કરતો હોવા છતાં તેનું “અકર્મ' દુઃખરૂપી ફળ ઉત્પન્ન કરનારું જ બને તે “અકર્મ પણ “વિકર્મ બની જાય.
ઉપર પ્રમાણે કરેલી ચોખવટથી જણાશે કે કર્મ, અકર્મ, વિકર્મનો નિર્ણય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org