________________
કર્મનો સિદ્ધાંત
આ વાત નીચેનાં દેખ્રતોથી સમજી શકાશે. ૧. કર્મ (Prescribed action) :
સાધારણ રીતે મન-વાણી-શરીરથી થતી શાસ્ત્રવિહિત ઉત્તમ ક્રિયાને જ (Prescribed action) કર્મ કહેવાય. પરંતુ શાસ્ત્રવિહિત વિધિપૂર્વકની ક્રિયા પણ કર્તાના જુદા જુદા પ્રકારના ભાવો ઉપર આધાર રાખે છે અને તેથી જ તે ક્રિયા કરનારની અમુક પ્રકારની ભાવનાને લીધે તે કેટલીક વખત કર્મને બદલે “વિકર્મ” અગર અકર્મ પણ બની જાય છે. દાખલા તરીકે –
(૧) ફળની ઇચ્છાથી શુદ્ધ ભાવનાપૂર્વક જો શાસ્ત્રસંમત વિધિથી ઉત્તમ કર્મ કરાય તો તે કર્મ કહેવાય. પરંતુ,
(૨) તે કર્મ ફળની ઈચ્છાપૂર્વક યજ્ઞ, તપ, દાન, સેવાના રૂપમાં વિધેય કર્મ છતાં ખરાબ દાનતથી પ્રજાનું અનિષ્ટ કરવાની ઇચ્છાથી (પરસોત્સાદનાથ) કરવામાં આવે તો તે કર્મ તમોગુણ-પ્રધાન હોવાથી વિકર્મ (Prohibited action) બની જાય છે, પરંતુ
(૩) તે જ કર્મ નો કર્તાપણાના અભિમાન સિવાય અંગત રાગદ્વેષથી પ્રેરાયા વિના, સમષ્ટિના કલ્યાણ માટે ભગવત્ પ્રીત્યર્થે કરવામાં આવે તો તે કર્મ “અકર્મ બની જાય છે.
૨. વિકર્મ (Prohibited action) :
સાધારણ રીતે મન-વાણી-શરીરથી કરાતી હિંસા, અસત્ય, ચોરી વગેરે નિષિદ્ધ કર્મ “વિકર્મ' કહેવાય છે.
પરંતુ આવાં વિકર્મ પણ કર્તાની ભાવના અનુસાર કર્મ અગર અકર્મમાં બદલાઈ જાય છે.
દા.ત., (૧) આ લોક અગર પરલોકમાં ફળ મળવાની ઇચ્છાપૂર્વક સાચી દાનતથી, શુદ્ધ ભાવથી જૂઠ, હિંસા, ચોરી વગેરે ક્રિયા (જે દેખીતી રીતે દુનિયાની દૃષ્ટિએ વિકર્મ ગણાય) તે ગીતાની ભાષામાં “કર્મ કહેવાય. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને જૂઠું બોલવાની પ્રેરણા (abetment) કરી, અર્જુને પોતાના ગુરુ દ્રોણની તથા પોતાના જ દાદા ભીષ્મની હિંસા કરી, શ્રીકૃષ્ણ સ્વતંતક મણિ તથા ગોકુળમાં માખણની ચોરી કરી છતાં આ ક્રિયાઓ વિકર્મમાં નહિ ગણાતાં કર્મ'માં બદલાઈ જાય છે.
(૨) કર્તાપણાના અભિમાન સિવાય રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, સમષ્ટિના કલ્યાણ માટે કરેલું વિકર્મ પણ અકર્મ બની જાય છે. પ્રતિજ્ઞાનો ભંગ કરવો તે પાપ “વિક્રમ” કહેવાય છતાં શ્રીકૃષ્ણ પ્રતિજ્ઞાનો ભંગ કરીને યુદ્ધમાં શસ્ત્ર (રથચક્ર) પકડીને ભીખ જેવા સત્યપ્રતિજ્ઞને મારવા દોડ્યા તે વિકર્મ નહિ પરંતુ અકર્મ” (Inaction) ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org