________________
કર્મનો સિદ્ધાંત
માત્ર ક્રિયાશીલતા અગર તો નિષ્ક્રિયતાથી જ ના થઈ શકે. કર્મ કરનાર કર્તાના હૃદયના ભાવ-લક્ષ્ય અગર હેતુને ધ્યાનમાં રાખી તે પ્રમાણે તેની ક્રિયાને કર્મ, અકર્મ અગર વિકર્મ કહી શકાય. કયા હેતુથી, કયા ભાવથી, શા ઉદ્દેશથી ક્રિયા કરવામાં આવે છે તે જાણીને પછી જ તે ક્રિયા કર્મ છે કે અકર્મ કે વિકર્મ છે તેનો નિર્ણય થઈ શકે.
૯૨
ટૂંકાણમાં કહીએ તો ગીતાના ચોથા અધ્યાયના શ્લોકમાં કર્મ, વિકર્મ અને અકર્મ શબ્દો જે ભગવાને વાપર્યા છે તેનો સાદો અર્થ એ થાય કે કર્મ એટલે સત્કર્મ–સારું કર્મ–પુણ્યકર્મ. વિકર્મ એટલે ખરાબ કર્મ–પાપકર્મ.
કર્મ કે પુણ્યકર્મના સત્કર્મના ઝાડને સુખનાં ફળ બાઝે અને વિકર્મ (પાપકર્મ)ના ઝાડને દુઃખનાં ફળ બાઝે અને સુખ અગર દુઃખ ભોગવવા તો દેહ ધારણ કરવો જ પડે. દેહના બંધનમાં તો આવવું જ પડે. માત્ર ફેર એટલો જ કે કર્મ (સત્કર્મ) સોનાની બેડી છે, જ્યારે વિકર્મ (પાપકર્મ) લોખંડની બેડી છે. પરંતુ છેવટે કર્મ (સત્કર્મ) અગર વિકર્મ (પાપકર્મ) બન્ને દેહની જેલમાં જીવાત્માને બેડી બંધન સમાન જ ગણાય. તેનાથી મોક્ષ એટલે કે બંધનથી મુક્તિ મળી શકે નહિ.
જ્યારે અકર્મ અલૌકિક વસ્તુ છે. તેમાં ક્રિયા થતી હોવા છતાં કર્તાપણાનું અભિમાન રાગદ્વેષ વગેરે નહિ હોવાથી તેમ જ ઈશ્વરપ્રીત્યર્થે સમષ્ટિના કલ્યાણ માટેની ક્રિયા હોવાથી અકર્મ – inaction બની જાય છે અને તે સંચિતમાં જમા થતાં નથી, તેથી કર્મ તે અકર્મ મોક્ષ(જન્મમરણમાંથી મુક્તિ)નું સાધન બની શકે છે. ભગવાન આગળ એક બીજી સરસ વાત કહે છે
-V
કર્મણિ અકર્મ યઃ પશ્યત્ અકર્મણિ ચ કર્મ યઃ ।
Jain Education International
-
સ બુદ્ધિમાન્ મનુષ્યે ખુ સ યુક્તઃ કૃત્સ્ન કર્મકૃત્ ॥ દેખે કર્મ અકર્મમેં, કર્મનમાંહિ અકર્મ પંડિત યોગી શ્રેષ્ઠતમ કરત સર્વ હી કર્મ કરત સર્વહી કર્મ કર્મમેં લિપ્ત ન હોવે
(ગી. ૪/૧૮)
-
જાનત કર્મ અકર્મ – શાંત મન સુખસે સોવે કરે દેહસે કર્મ આપકો નિષ્ક્રિય દેખે
ભોલા શાની સોય, આપમેં સબકો દેખે
કર્મમાં જે અકર્મ જુએ અને અકર્મમાં જે કર્મ જુએ તે માણસ જ ખરેખર બુદ્ધિમાન અને તે જ યોગી અને તે જ સંપૂર્ણ કર્મોને યથાવત્ કરનાર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org