________________
કર્મનો સિદ્ધાંત
રામાયણ વગેરે ધર્મશાસ્ત્રોમાં આપેલાં માર્ગદર્શન મુજબનો પુરુષાર્થ તદ્દન નકામો થઈ જાય. એટલા માટે મંદ અને અતિ મંદ પ્રારબ્ધને નિષ્ફળ બનાવવા માટે શાસ્ત્રોએ અને સંતોએ જણાવેલ શાસ્ત્રવિહિત કર્મ (Prescribed action) અને શાસ્ત્રનિષિદ્ધ કર્મ(Prohibited action)ને ખ્યાલમાં રાખીને તે પ્રમાણે શુભ કર્મો કરવાનો, અને અશુભ કર્મોનો ત્યાગ કરવાનો પુરુષાર્થ સતત કરવો જ જોઈએ. પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ આંધળું છે.
પ્રારબ્ધકર્મ “અદેષ્ટ'ના નામથી ઓળખાય છે. ભૂતકાળમાં – ગયા જન્મોમાં આપણે કરેલાં કર્મો કેવા પ્રકારનાં છે અને તે કેવા પ્રકારનું પ્રારબ્ધ કર્મ બનીને આપણી સામી છાતીએ આવીને ઊભું રહેશે તે આપણે જાણતા નથી. મનુષ્ય પોતાનાં પ્રારબ્ધ કર્મના ફળથી અજ્ઞાત હોવાને લીધે પ્રારબ્ધને “અદેષ્ટ' એવું નામ આપવામાં આવ્યું છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ જીવનનાં એક જ ત્રાજવાનાં બે પલ્લાં છે. એક પલ્લામાં અદેખરૂપી કાટલાં પડેલાં છે અને બીજા પલ્લામાં માણસે પોતાની શક્તિ અનુસાર વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને પુરુષાર્થ રૂપી દ્રવ્ય ભરવાનું છે. ૩૯. માણસ જાણી-જોઈને પાપ શા માટે કરે છે ?
આ ઘણો અગત્યનો સવાલ છે. આવો જ પ્રશ્ન અર્જુને ગીતામાં શ્રીકૃષ્ણને પૂછેલો છે. આ મૂંઝવણ એકલા અર્જુનની જ નથી. અર્જુનને તો વ્યાસજીએ આ પ્રશ્ન પૂછવામાં માત્ર નિમિત્ત બનાવ્યો છે. ખરેખર તો આ પ્રશ્ન મારો, તમારો અને આપણાં બધાંયનો છે. આ મૂંઝવણ તો આપણાં સર્વની છે. અજાણતાં પાપ થઈ જાય તેની વાત જુદી છે, પરંતુ માણસ જાણી-જોઈને પાપ શું કરવા કરે?
અર્જુન ભગવાનને પૂછે છે - ૧. અથ કેન પ્રયુક્તોડયું પાપં ચરતિ પુરુષ : માણસ કોની પ્રેરણાથી પાપ
કરે છે? ૨. અનિચ્છન્નપિ. અને તે પણ તેની ઇચ્છા નહિ હોવા છતાં શું કામ પાપ
કરે છે? ૩. બલાદિવ નિયોજિત : બળપૂર્વક ધક્કો મારીને માણસને પરાણે પાપ કોણ
કરાવે છે? ઉપરના ત્રણ પ્રશ્નો મુદ્દાના છે, અને ખૂબ વિચારવા જેવા છે.
માણસ જાણે છે કે જૂઠું બોલવું તે પાપ છે, અધર્મ છે. છતાં દિવસમાં અનેક વખત જૂઠું બોલે છે. ચોર બરાબર જાણે છે કે ચોરી કરવી તે પાપ છે, અધર્મ છે, છતાં પણ તે ચોરી કરે છે. માણસ સારી પેઠે જાણે છે કે પ્રામાણિક થવું તે ધર્મ છે, છતાં અપ્રામાણિકતા અનેક વખત આચરે છે. ધર્મ કોને કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org