________________
કર્મનો સિદ્ધાંત
અને ન કહેવાય તે શાસ્ત્રો અને સંતોએ ઢોલ વગાડીને લોકોને સમજાવ્યું છે, આપણે બધાં તે સારી રીતે સાંભળીએ છીએ અને જાણીએ છીએ છતાં ધર્મનું આચરણ છોડીને અધર્મમાં જોડાઈએ છીએ.
દુર્યોધન જેવો દુષ્ટાત્મા પણ મહાભારતમાં કબૂલાત કરે છે કે જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ ।
ધર્મ શું છે તે હું જાણું છું છતાં તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી અને – જાનામિ અધર્મ ન ચ મે નિવૃત્તિઃ II
—
અધર્મ શું છે તે પણ હું બરાબર જાણું છું છતાં તેમાંથી હું નિવૃત્ત થતો નથી. પછી થોડોક વિચાર કરીને તે પોતે જ આગળ પોતાનો અનુભવ કહે છે કે... કેનાપિ દેવેન દિ સ્થિતેન
૮૫
યથા નિયુક્તોઽસ્મિ તથા કરોમિ ।
કોઈ એક દુષ્ટભાવ કોઈ પ્રબળ દેવ (અગર દાનવ) જે મારા હૃદયમાં બેઠેલો છે તે મને જેમ સુઝાડે છે તેમ હું કરું છું.
દુર્યોધન નાલાયક માણસ હોવા છતાં તેણે એટલી નિખાલસતા બતાવી અને તેણે જાતે જ કબૂલ કર્યું છે કે કોઈ દુષ્ટભાવ તેના હૃદયમાં બેઠેલો છે, ģ તેને પાપકર્મમાં પ્રવૃત્ત કરે છે.
જ્યારે આપણે તો આટલી કબૂલાત કરવા પણ તૈયાર નથી. આપણે તો જાણી-જોઈને પાપકર્મ કર્યા પછી પણ એવું સાબિત કરવા પ્રયત્ન કરીએ છીએ કે મેં કર્યું છે તે મેં કર્યું છે માટે પાપકર્મ નથી. એટલે આપણે તો દુર્યોધનના મોઢામાં થૂકીએ તેવા દુષ્ટ એક રીતે ગણાઈએ.
અર્જુને પૂછેલો સવાલ ખૂબ વિચારવા જેવો છે.
અથ કેન પ્રયુક્તોડયું પાપં ચરિત પુરુષઃ । અનિચ્છન્નપિ વાર્ણય બલાદિવ નિયોજિતઃ । (ગી. ૩/૩૬) કોનાથી પ્રેરાઈને માણસ પાપ આચરે છે ? અને તે પણ તેની ઇચ્છા નહિ હોવા છતાં એને બળપૂર્વક ધક્કા મારીને કોણ પાપકર્મ કરાવે છે ?
સૌને કંકુના ચાંલ્લા ગમે છે. કોઈને મેંશના ગમતા નથી. છતાં શા માટે મામસ કંકુના કરવાને બદલે મેંશના ચાંલ્લા કરે છે ? દરેક માણસ ઇચ્છે છે કે તે સત્યવક્તા બને, પ્રામાણિક માણસ તરીકે દુનિયામાં પ્રખ્યાત થાય તો સારું છતાં તે શા માટે અસત્ય અને અપ્રામાણિકતાનું આચરણ જાણી-જોઈને કરે છે અને પાપમાં પડે છે ?
Jain Education International
ભગવાન શ્રીકૃષ્ણે સ્વમુખે ગીતામાં અર્જુનને કૃપા કરીને આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ નીચે પ્રમાણે આપ્યો છે :
કામ એષઃ ક્રોધ એષઃ રજોગુણ સમુદ્ભવઃ
For Private & Personal Use Only
www.jainelibrary.org