________________
૮૩
કર્મનો સિદ્ધાંત ૩૮. પુરુષાર્થથી પ્રારબ્ધ ફેરવી શકાય ?
પ્રારબ્ધકર્મ ભોગવવા માટે પ્રારબ્ધકર્મને અનુરૂપ જ શરીર પ્રાપ્ત થાય છે. તે શરીરકાળ દરમિયાન તમામ પ્રારબ્ધ કર્મો ભોગવાઈ રહે પછી જ દેહ પડે છે. ત્યાં સુધી દેહ ધારણ કરી જ રાખવો પડે છે.
શરીરકાળ દરમિયાન ભોગવવાનાં પ્રારબ્ધકર્મોના ચાર મુખ્ય વિભાગ પાડી શકાય :
૧. અતિ તીવ્ર પ્રારબ્ધ ૨. તીવ્ર પ્રારબ્ધ ૩. મંદ પ્રારબ્ધ ૪. અતિ મંદ પ્રારબ્ધ
૧. અતિ તીવ્ર પ્રારબ્ધ : અતિ તીવ્ર પ્રારબ્ધનું કર્મફળ ગમે તેટલો પ્રબળ પુરુષાર્થ કરીએ તો પણ અટકાવી શકાતું નથી. જીવાત્માનો જુદી જુદી યોનિઓમાં જન્મ થાય છે તે અતિ તીવ્ર પ્રારબ્ધનું ફળ છે. અતિ તીવ્ર પ્રારબ્ધ કોઈ પણ રીતે ગમે તેવા પ્રબળ પુરુષાર્થથી ફેરવી શકાય જ નહિ. દા.ત., ગધેડામાંથી ઘોડો કે ઘોડામાંથી ઊંટ કે પક્ષી બની શકે નહિ. મનુષ્યને પણ તેનો દેહ અતિ તીવ્ર પ્રારબ્ધ-ધર્મવશાત્ મળેલો છે અને તેમાં કંઈ ફેરફાર કરી શકાય જ નહિ. દા.ત., પુરુષનો દેહ મળ્યો હોય તો સ્ત્રીના દેહમાં પરિવર્તન કરી શકાય નહિ. તેવી જ રીતે સ્ત્રીનો દેહ મળ્યો હોય તેને પુરુષદેહમાં ફેરવી શકાય નહિ. પૂર્વજન્મમાં કરેલું મહાન પુણ્યકર્મ અથવા અતિ ઘોર પાપકર્મનું અતિ તીવ્ર પ્રારબ્ધ બને છે અને તે કદાપિ ટાળી શકાતું નથી. જેમ ધનુષ્યમાંથી છૂટેલું તીર પાછું ખેંચી શકાતું નથી અગર તો ચૂકેલું જેમ ફરી ગળી શકાતું નથી તેમ પૂર્વજન્મમાં કરેલું મહાન પુણ્યકર્મ અગર અતિઘોર પાપકર્મ ફળરૂપે પરિપક્વ થઈને પ્રારબ્ધરૂપે સામી છાતીએ આવીને ઊભું જ રહે છે. અને હસતાં હસતાં કરેલાં પાપ રોતાં રોતાં પણ ભોગવ્યા સિવાય છૂટકો થતો નથી. - ૨. તીવ્ર પ્રારબ્ધ : તીવ્ર પ્રારબ્ધ તીવ્ર પુરુષાર્થથી – પ્રબળ પુરુષાર્થથી કંઈક અંશે ફેરવી શકાય છે. તીવ્ર પ્રારબ્ધને હળવું બનાવવા કરેલો પ્રબળ પુરુષાર્થ ઘણે ભાગે નિષ્ફળ જતો નથી. કારણ કે પ્રારબ્ધ તીવ્ર હોય પણ ક્રિયમાણનું સર્જન આપણી આપણી ઇચ્છા મુજબ કરી શકીએ છીએ. નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રભુપ્રાર્થના, નામસ્મરણ, સત્સંગ, શાસ્ત્રોનો અભ્યાસ અને તે પ્રમાણે જીવનમાં ઉતારેલું આચરણ તેમજ તે પ્રમાણેનો પુરુષાર્થ દારુણ દુઃખને હળવું બનાવી શકે છે.
૩. અને ૪. મંદ અને અતિ મંદ પ્રારબ્ધ મંદ અને અતિ મંદ પ્રારબ્ધ પ્રબળ પુરુષાર્થથી નિષ્ફળ બનાવી શકાય છે. પ્રારબ્ધવાદીઓના કહેવા પ્રમાણે જે બધું જ પ્રારબ્ધને આધીન હોય તો પછી વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org