________________
કર્મનો સિદ્ધાંત
વખત ધોઈ નાખે, તપેલી પણ સારી ઊટકીને સ્વચ્છ કરેલી વાપરે, પાણી પણ ચોખ્ખા ગળણાથી ગાળીને વાપરે વગેરે. પોતાના પતિ, પુત્ર, અતિથિને જમાડવાની ભાવનાથી કે ભક્તિભાવથી દાળ બનાવવામાં ખૂબ સ્વચ્છતા, સુઘડતા સાચવે તે તેનો ભક્તિયોગ છે અને દાળમાં પ્રમાણસર કેટલું મીઠું નાખવું, કેટલું મરચું, આંબલી, ગોળ વગેરે મસાલો નાખવો. દાળ કેટલા Boiling Point સુધી ઉકાળવી તે તેનો જ્ઞાનયોગ છે. આમ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ત્રણેયનો બરાબર સુમેળ-સમન્વય થાય તો જ દાળ બનાવવાના કર્મમાં બરકત આવે, નહિ તો ના આવે. એમ તો હોટલો ચટાકેદાર દાળ બનાવે છે. પરંતુ તેમાં માત્ર કર્મયોગ અને જ્ઞાનયોગ હોય છે પરંતુ ભક્તિયોગ નથી હોતો નથી. તેમાં માખો પણ બાફી મારે છે.
દાળ બનાવવાની ક્રિયા કર્મયોગ કરે, અને મારા-પતિ, પુત્ર કે અતિથિને સ્વચ્છ જમાડવાની ભાવનાથી તેમાં ભક્તિયોગ ભળે પરંતુ જ્ઞાનયોગ ના હોય તો- કેટલું મરચું, મીઠું, મસાલો નાખવો તેનું જ્ઞાન ના હોય તો – કાં તો દાળ ખારી દવ જેવી કે તીખી લાહ્ય જેવી બને, અગર તો દાળ કેટલાં Boiling Point સુધી ઉકાળવી તેનું જ્ઞાન, ભાન ના હોય તો દાળ ત્રણ માળની બનાવે (એટલે કે દાળમાં ઉપર મસાલો તરતો હોય. વચમાં પાણી ફરતું હોય અને નીચે બરાબર ચડ્યા વગરની દાળનો ખાંધો રગડો જામ્યો હોય તો દાળમાં બરકત ના આવે.) સારી દાળ બનાવીને જમાડવાની ભાવના ભક્તિયોગ હોય, દાળ બનાવવાની કુશળતા જ્ઞાનયોગ હોય પરંતુ કર્મયોગ જ ના હોય - તપેલું જ ચૂલે ના ચઢાવે તો તે દાળ બને જ નહિ.
આવી રીતે દાળ બનાવવાના એક સાધારણ કર્મમાં પણ જે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુમેળ-સમન્વય ના હોય તો તે કર્મમાં કશી બરકત આવે નહિ.
એક વિદ્યાર્થીને પરીક્ષામાં “ગધેડા” સંબંધી નિબંધ લખવાનો આવે તો તે નિબંધ લખવાની ક્રિયા તે તેનો કર્મયોગ કહેવાય; અને તે લખતી વખતે કાગળનો સારો હાંસિયો પાડે, રૂડા–રૂપાળા અક્ષર કાઢે. ક્યાંક ડાઘો-ડપકો ના પાડે તે તેનો ભક્તિયોગ કહેવાય અને ગધેડા સંબંધી સંપૂર્ણ માહિતી -ગધેડાને બે લાંબા કાન હોય છે, ચાર પગ છે, એક પૂંછડું હોય છે, વગેરે યથાર્થ માહિતીલખે, તે તેનો જ્ઞાનયોગ કહેવાય. આમ. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેયનો સમન્વય થાય તો દસમાંથી નવ માર્ક મળે, નહિ તો ના મળે.
ગધેડા સંબંધી નિબંધ લખવાનો કર્મયોગ કરે પરંતુ કાગળને સારો હાંસિયો ના રાખે, ગંદા અક્ષર કાઢે, ડાઘા-ડપકા પાડે, એમ ભક્તિયોગ ના હોય અગર તો ગધેડા સંબંધી માહિતીમાં તેને ત્રણ પૂંછડાં, ચાર કાન અને પાંચ પગ હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org