________________
કર્મનો સિદ્ધાંત
૬૯
સામાન્યમાં સામાન્ય માણસના રોજિંદા જીવનમાં ક્ષણે ક્ષણે ઉપયોગમાં ના આવે તો પછી ગીતાના સાતસોએ સાતસો શ્લોકો માત્ર મોઢે કરવાનો કશો જ અર્થ નથી.
જીવનવ્યવહારમાં ઉપયોગી એવી સાદી અને દરેક માણસને સુલભ એવી યોગની વ્યાખ્યા સમજીને જીવનનું પ્રત્યેક કર્મ કરતાં કરતાં માણસનું એકેએક કર્મ ભક્તિમય બની જાય તો પછી તેનો ભગવાન સાથે યોગ થતાં વાર ના લાગે. ૩૬. (૭) કર્મ-ભક્તિ-જ્ઞાનયોગનો સમન્વય :
ઉપર કહ્યું તેમ ગીતા એક યોગશાસ્ત્ર છે. તેમાં યોગના ત્રણ પ્રકાર બતાવ્યા છે.
(૧) કર્મયોગ, (૨) ભક્તિયોગ, (૩) જ્ઞાનયોગ
ગીતામાં ૧૮ અધ્યાય છે. તેમાં પહેલા ૬ અધ્યાયમાં કર્મયોગ સમજાવ્યો છે. બીજા ૬ અધ્યાય (એટલે કે અધ્યાય ૭ થી ૧૨)માં ભક્તિયોગ સમજાવ્યો છે. ૧૨મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભક્તનાં લક્ષણો આપેલાં છે; અને ત્રીજા ૬ અધ્યાય (એટલે કે અધ્યાય ૧૩ થી ૧૮)માં જ્ઞાનયોગ સમજાવ્યો છે. ૧૩માં અધ્યાયમાં જ્ઞાનીનાં લક્ષણો અને ૧૪મા અધ્યાયમાં ગુણાતીતનાં લક્ષણો આપેલાં છે. આવી રીતે આખી ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુંદર સમન્વય કરવામાં આવેલો છે.
જીવનમાં એકલો જ્ઞાનયોગ અગર તો એકલો ભક્તિયોગ અગર તો એકલો કર્મયોગ કામમાં ના આવે. આ ત્રણેય યોગનો સમન્વય થાય તો જ જીવન સુંદર લાગે અને તો જ એકેએકે કર્મ દીપી ઊઠે.
એકલો જ્ઞાનયોગ માણસને શુષ્ક વેદાંતી બનાવી દે. અહીં “બ્રહ્માસ્મિ, સર્વ ખલ ઇદ બ્રહ્મ' એમ જ્યાં ત્યાં બોલતો ફરે તો તેને ગાંડાની ઇસ્પિતાલમાં જ દાખલ કરવો પડે.
એકલો ભક્તિયોગ માણસને વેવલો બનાવી દે અને જીવનની જવાબદારીઓમાંથી છટકવાની વેતરણમાં કદાચ રઝળી પડે અગર તો કંઈકને રઝળાવી દે.
એકલો કર્મયોગી પણ જવાબદારીઓનાં અને પાપનાં પોટલાં જ ઊંચકતો ફરે. એટલે દરેક કામમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો વિવેકપૂર્વક સમન્વય થાય તો જ તે કામમાં બરકત આવે.
દાખલા તરીકે, એક સ્ત્રી ઘરમાં દાળ વગેરે રસોઈ બનાવે છે. દાળ બનાવવી, દાળ બનાવવાની ક્રિયા કરવી તે તેનો કર્મયોગ છે. પરંતુ આ દાળ મારો પતિ જમવાનો છે, મારો પુત્ર જમવાનો છે, મારે ઘેર આવેલ અતિથિ જમવાના છે, એવી ભાવનાથી કે ભક્તિભાવથી દાળને સારી કરીને બે-ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org