________________
કર્મનો સિદ્ધાંત તેવું લખે એટલે કે જ્ઞાનયોગ ના હોય અથવા તો ભક્તિયોગ, જ્ઞાનયોગ હોય પણ કર્મયોગ જ ના કર્યો હોય એટલે કે પેપર જ સ્વચ્છ કોરું મૂકીને આવે તો નપાસ જ થાય.
આ પ્રમાણે જીવના કર્મમાં સમજવું.
સરકાર અત્યારે વિકાસકામો(Development Activities)માં લાખો-કરોડો રૂપિયા ખરચે છે. પરંતુ ઘણીયે જગ્યાએ બરકત દેખાતી નથી, તેનું કારણ કર્મયોગ-ભક્તિયોગ અને જ્ઞાનયોગના સમન્વયનો અભાવ છે.
કોઈ ગામમાં એક નિશાળનો ઓરડો બાંધવાનો કૉન્ટ્રાક્ટ આપ્યો હોય તેમાં કૉન્ટ્રાક્ટર ઓરડો તો બાંધે. કર્મયોગ કરે, પરંતુ આ નિશાળમાં ભણીને તેમાંથી કોઈ જવાહર, સરદાર કે ગાંધીજી પાકશે એવો તેના મનમાં ભક્તિભાવ ના હોય અગર તો ઓરડો બાંધવામાં કેટલો સિમેન્ટ અને કેટલા ચૂનાનું મિશ્રણ કરવું તેનું જ્ઞાન (Technical Knowledge) ના હોય તો તે નિશાળનો ઓરડો પહેલી પંચવર્ષીય યોજનામાં બાંધેલો હોય તે ત્રીજી પંચવર્ષીય યોજનામાં હેઠો જ પડે...
મારું લૂગડું – અંતરપટ ગંદું થયું હોય તેને મારે સ્વચ્છ બનાવવું હોય તો તેમાં હું એકલો સાબુ (જ્ઞાનયોગ) ઘસ્યા કરું તો તે લૂગડાનાં ચીંદરડાં ઊડી જાય. એકલું શુષ્ક વેદાંત અંતઃકરણના પટનાં ચીંદરડાં ઉડાડી દે. માણસને શુષ્ક વેદાંતી બનાવી દે. માટે તેને પહેલાં તો ભક્તિની ભીંજાશમાં ભીંજાવું પડે, પછી તેમાં જ્ઞાનયોગનો સાબુ ઘસું અને પછી તેના ઉપર કર્મયોગના ધોકા પડે તો જ કપડું – અંતરપટ – અંતઃકરણ શુદ્ધ થાય.
ગીતામાં ભગવાનની વાણીમાં રહેલાં ઘણાં ગૂઢ રહસ્યોનો વ્યાવહારિક દૃષ્ટિએ અર્થ ઘટાવીને જીવન જીવવાની કળા શીખવાની છે. ફક્ત મરવાની વાટ જોઈને બેઠેલા ઘરડાઓ અને સાધુ-સંન્યાસીઓ માટે જ ગીતા નથી લખાયેલી.
નિષ્કામ ભાવથી કર્મ કરનારના જીવનમાં ભક્તિ અને જ્ઞાન આપોઆપ વણાઈ જાય છે, તેને ચિત્તશુદ્ધિનું ફળ અનાયાસે મળે છે. મહાભારતમાં તુલાધાર વૈશ્યની વાત આવે છે. તેની પાસે નીકલી નામનો એક બ્રાહ્મણ જ્ઞાન મેળવવા આવ્યો ત્યારે તલાધારે કહ્યું કે “ભાઈ, મારી પાસે તો એક જ જ્ઞાન છે જે હું મારા ત્રાજવાની દાંડીમાંથી શીખ્યો છું. મારા ત્રાજવાની દાંડી જેમ પક્ષપાતરહિત, સ્થિર અને સીધી રહે છે તે પ્રમાણે હું શત્રુ, મિત્ર, સ્વજન, પારકા તમામ પ્રત્યે મનને સ્થિર અને નિષ્પક્ષપાતી રાખું છું.” સેનો નાયી, ગોરો કુંભાર, સાવંતો માળી, મોમીન જાતિનો વણકર કબીર વગેરેએ પોતપોતાના કર્મમાર્ગમાં વ્યવસ્થિત રીતે રહીને ભક્તિમાર્ગમાં અને જ્ઞાનમાર્ગમાં પ્રવાસ કર્યો અને મોક્ષ પામ્યા. સેના નાપીએ લોકોની હજામત કરતાં કરતાં અને લોકોના માથામાંથી મેલ (ખોડો) કાઢતાં કાઢતાં પોતાના માથાનો (ચિત્તનો) મેલ (વિષયોનો વિકાર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org