________________
કર્મનો સિદ્ધાંત
પાડવી અગર પ્રેરણા કરવી તે પણ એટલું જ પાપ ગણાય છે, છતાં ખુદ ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિર જેવા ધર્મરાજાને જૂઠું બોલવાની પ્રેરણા કરી અને ‘નરો વા કુંજરો વા' એમ કહીને ધર્મરાજા યુધિષ્ઠિર યુદ્ધમાં અશ્વત્થામા હણાયો છે એમ જૂઠું બોલ્યા. આમાં શ્રીકૃષ્ણને કોઈ અંગત સ્વાર્થ નહોતો. પાંડવો જીતે તો તેમાંથી તેમને કંઈ ભાગ કે કમિશન મળવાનું નહોતું. પરંતુ યુધિષ્ઠિર જો આટલું જૂઠું ના બોલે તો દ્રોણાચાર્ય મરાય તેમ નહોતા અને સમષ્ટિના કલ્યાણ માટે આતતાયી દુષ્ટ જીવોના સંહાર માટે ખેલાયેલા ધર્મયુદ્ધમાં પાંડવો જીતી શકે એમ નહોતા. યુધિષ્ઠિરને થોડું જઠું બોલવાથી નુકસાન થયું. તેમના સત્યવાદીપણામાં થોડી ઝાંખપ લાગી. પરંતુ એક વ્યક્તિને નુકસાન થવા જતાં જો સમષ્ટિનું કલ્યાણ થતું હોય તો તે માટે જૂઠું બોલવાની પ્રેરણા કરનાર શ્રીકૃષ્ણ તે પાપકર્મના પ્રણેતા (Abettor) હોવા છતાં તેમને તે કર્મનું ફળ ભોગવવું પડ્યું નથી અને તે કાર્ય સંચિતમાં જમા થઈને તેમના પુનર્જન્મનું કારણ બની શક્યું નહિ. શ્રીકૃષ્ણે તેમના જીવકાળ દરમિયાન ચોરીઓ કરી છે. ‘માખણચોર’ને નામે પ્રસિદ્ધ છે. દિવ્યમણિ તેમણે ચોરેલો અને જૂઠું પણ અનેકવાર બોલેલા. પરંતુ તેમનાં તમામ કર્મો સમષ્ટિના કલ્યાણ માટે અને જગતના ઉદ્ધાર માટે કરેલાં હતાં. એટલે તો ભગવાને ગીતામાં કહ્યું છે કે
જન્મકર્મ ચ મે દિવ્યમ્ |
મારો જન્મ અને મારાં કર્મ દિવ્ય છે. મારે મારા અંગત સ્વાર્થ માટે કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, કારણ કે હું સ્વયં પૂર્ણકામ છું.
ન મે પાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિંચન । નાનાવાપ્તમવાખવ્યું વર્ત એવ ચ કર્મણિ યદિ હિ અહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિતઃ મમ વર્ઝાનુવર્તો મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ॥ (ગી. ૩/૨૨, ૨૩) શ્રીકૃષ્ણ કહે છે : મારો જન્મ દિવ્ય છે અને કર્મ પણ દિવ્ય છે. એનાં ત્રણ કારણ છે : એક તો હું બીજા માણસોની માફક માતાના ગર્ભમાં નવ માસ મળમૂત્રમાં ઊંધો લટકીને પછી જન્મ લેતો નથી, પરંતુ હું સ્વયં પ્રગટ થાઉં છું. બીજું, મારા પૂર્વજન્મનાં સંચિત કર્મો ભોગવવા માટે હું દેહ ધારણ કરતો નથી, કારણ કે મારી પાછળ મારાં કોઈ સંચિત કર્મો પડ્યાં નથી. અને ત્રીજું, મારા જીવનકાળમાં જે જે કર્મો મેં કર્યાં છે તે લીલામાત્ર છે અને સમષ્ટિના કલ્યાણ માટે કરેલાં છે. તે મેં કોઈ અંગત રાગદ્વેષથી પ્રેરાઈને મારા અંગત સ્વાર્થ માટે કર્તાપણાના અભિમાનથી કરેલ નથી, અને તેથી તે કર્મ સંચિતમાં જમા થતાં નથી અને તે મારા બીજા જન્મના હેતુકારણ બનતાં નથી. હું મારી ઇચ્છા મુજબ ત્યાં, જ્યારે, જેવા દેહની જરૂર પડે તેવો દેહ ધારણ કરું છું.
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org