________________
કર્મનો સિદ્ધાંત
નિજ ઇચ્છા નિર્મિત તનઃ' એમ તુલસીદાસજી વર્ણન કરે છે.
જગતના મહાપુરુષો રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, મહાત્મા ગાંધી, જિસસ ક્રાઇસ્ટ, મહંમદ પયગંબર વગેરેએ તેમના જીવનકાળ દરમ્યાન માત્ર સમષ્ટિના કલ્યાણ માટે કર્મો કરેલાં છે તેથી તે મુક્ત જીવો ગણાય છે. ૨૪. નિષ્કામ કર્મો :
કામનારહિત કરેલ કર્મ સંચિત કર્મમાં જમા થતાં નથી. ખરેખર તો દરેક માણસ જે કર્મ કરે છે તે કોઈ કામનાથી, ઇચ્છાથી આશાથી જ પ્રેરાઈને કરે છે અને તેમાં તેનો દોષ નથી. માણસ ફળની આશા, ઇચ્છા, કામના રાખે કે ના રાખે તો પણ કર્મફળ આપ્યા સિવાય તો છોડે જ નહિ તેવો કર્મનો અટલ સિદ્ધાંત છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. પરંતુ કેટલાક માણસો કર્મ કરે તે છતાં તેમને તેમના કર્મનું ફળ જોઈતું નથી. આ વાત વિચિત્ર નથી, પરંતુ સાચી છે. માણસ પાપ કરે છે, પરંતુ તેનું ફળ તેને જોઈતું નથી. માણસ ચોરી કરે પણ તેને પોલીસથી પકડાવું નથી. તેને લાંચ લેવી છે પણ લાંચ લેતાં તેને પકડાવું નથી અને તેનું ફળ, સજા તેને જોઈતી નથી. એટલે એનો અર્થ એવો નથી કે તે નિષ્કામ કર્મ કરે છે. માણસને પાપકર્મ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ તેને ફળ ભોગવવાની જરા પણ ઇચ્છા થતી નથી. તેને તો માત્ર પુણ્યકર્મનું જ ફળ જોઈએ છે. પરંતુ પુણ્યકર્મ તેને કરવું નથી.
પુણ્યસ્ય ફલમિચ્છત્તિ પુણ્ય નેચ્છત્તિ માનવાઃ
ન પાપલમિચ્છન્તિ પાપ કુર્વિત્તિ યત્વતઃ. પાપકર્મ કરનારને તેના ફળની કામના નથી. માટે તે માણસ પાપકર્મ નિષ્કામ ભાવે કરે છે તેવું નથી. નિષ્કામ કર્મ એટલે શાસ્ત્રવિહિત કર્મ, ધર્મની મર્યાદામાં રહીને અંગત રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, કર્તાપણાના અભિમાન વગર, સમષ્ટિના કલ્યાણ માટે પોતાનો અંગત લુષિત સ્વાર્થ છોડીને કરેલું કર્મ તે નિષ્કામ કર્મ છે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે –
મા કર્મ ફળ હતુર્ભ – ફળ મળે તો જ કર્મ કરું એ ભાવનાથી નહિ પરંતુ પોતાની ફરજના અંગરૂપે પોતાનો આત્મા રાજી થાય તે માટે ભગવદ્ પ્રીત્યર્થે માણસ કર્મ કરે તે જ નિષ્કામ કર્મ. માણસ સવારથી ઊઠે ત્યારથી સુખની ખોજમાં નીકળીને દુઃખ મેળવવા માટે કર્મ કરતો જ નથી છતાં દુઃખ આવી. આવીને ખોળામાં પડે છે એટલે સુખ અગર તો દુઃખ પ્રારબ્ધવશાતુ માનો કે ના માગો તો પણ આવીને મળવાનાં જ. ભક્ત નરસિંહ મહેતા કહે છે કે –
“સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org