________________
પાંચમી ક્રિયા :
પ્રશ્વાસ બહાર કાઢીને મને કાગડાની ચાંચની જેવું બનાવીને શ્વાસ લો. પેટ, ફેફસા, ગળું અને ગાલ ફુલાવીને આંખો બંધ કરો. દાઢીને કંઠની સાથે અડાડો. મુખ બંધ કરી કુંભક કરો. ફરી ગર્દન ઊંચી કરી નાકથી શ્વાસ છોડો. તેનાથી ગરમી - શરીરનું ઉષ્ણતામાન વધે છે. ગરમીના સમયમાં આ ક્રિયા ન કરો. ઠંડીના દિવસોમાં આ ક્રિયા ત્રણથી ચાર વખત કરી શકાય.
છઠ્ઠી ક્રિયા :
બન્ને હાથોને કમર પર રાખો. આંગળીઓ પાછળ અને અંગૂઠો આગળની તરફ રાખો. દૃષ્ટિ તદ્દન સામે રાખો. ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવી શરીરને સ્થિર રાખો. દસ વખત શ્વાસ-પ્રશ્વાસ લો.
કે
:
-
.
:: 39
Jain Education International
For Private
Prsonal Use Only
www.jainelibrary.org