________________
વર્તમાન યુગમાં શારીરિક તનાવની વિકટ સમસ્યા છે. માનસિક તનાવ તેના કરતાં પણ ઉગ્ર સમસ્યા છે અને ભાવનાત્મક તનાવ તે સૌથી વિકટ અને ભયંકર સમસ્યા છે. માનસિક તનાવ કરતાં ય તેનાં પરિણામ અત્યંત ભયંકર આવે છે. આ સમસ્યાથી મુક્ત થવા આપણે ધર્મને સહારો લઈએ છીએ, આપણે તેનું દ્વાર ઉઘાડ્યું છે. ધર્મધ્યાનના અભ્યાસથી આર્ત-રૌદ્ર ધ્યાનથી મુક્તિ મળે છે. તેનાથી ઉત્પન્ન થત તનાવ ઓછો થાય છે. ધર્મધ્યાન અને શુકલ ધ્યાન પિતાની ભીતરમાં જ જીવવાનાં સાધન છે, આંતરભાવમાં રહેવાના
ઉપાય છે.
કાયોત્સર્ગઃ કાયિક ધ્યાન
આપણે માનવ છીએ. આપણી પાસે ચાર ગતિશીલ ત છેઃ શરીર, શ્વાસ, વાણી અને મને. તે પ્રતિક્ષણ પ્રકપિત છે. તે નવી નવી ઊર્મિઓ પ્રગટ કરે છે અને જૂની ઊર્મિઓ છેડે છે. આપણું આકાશ-મંડળ આ ઊર્મિઓ વડે ઊર્મિલ છે, તેનાં પ્રકંપનેથી પ્રકંપિત છે. આ પ્રકંપને આપણું જીવનનું સંચાલન કરે છે. આપણું દ્વારા છૂટેલાં પ્રકંપને બીજાને પ્રભાવિત કરે છે. બીજાઓ દ્વારા છોડેલાં પ્રકંપને આપણને પ્રભાવિત કરે છે. આપણે સંક્રમણનું જીવન વ્યતીત કરી રહ્યા છીએ, જ્યાં આપણે પરસ્પર એકબીજાને પ્રભાવિત કરી રહ્યા છીએ. અપ્રભાવિત કઈ જ નથી. સંપૂર્ણ સ્વતંત્ર પણ કંઈ નથી. અપ્રભાવિતતા અને સ્વતંત્રતા અપ્રકમ્પન દશામાં જ પ્રાપ્ત થાય છે. ધ્યાન તેનું મુખ્ય સાધન છે. પ્રકમ્પન તરફથી અપ્રકશ્મન તરફ
31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org