________________
ત્રીજે–ભાવનાત્મક તનાવ અત્યંત જટિલ છે. આ ખૂબ મેટી સમસ્યા છે. આ અને રૌદ્ર ધ્યાન તેનાં મૂળ કારણ છે.
જે વસ્તુ આપણને પ્રાપ્ત નથી તેને પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરે, તે પ્રયત્નમાં સતત પ્રવૃત્ત રહેવું તે જ આર્તા–ધ્યાન, પ્રિય વસ્તુની પ્રાપ્તિ તથા મનેઝ અને મનેનુ કૂલ પદાર્થની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું અને અમનેશ, અપ્રિય અને મનને વિરોધી વસ્તુથી મુક્ત કરવા પ્રયત્ન કરતે ભાવનાત્મક તનાવ ઉત્પન્ન કરે છે.
રૌદ્ર ધ્યાન પણ ભાવનાત્મક તનાવનું જ કારણ બને છે. મનમાં સંકલ્પ-વિકલ્પ ચાલ્યા જ કરે છે. ક્યારેક હિંસાને ભાવ ઉત્પન્ન થાય છે, તે ક્યારેક પ્રતિરોધને ભાવ ઉત્પન્ન થાય છે. મૂળ ઘટના તે થોડી પળેની જ હોય છે, પરંતુ પ્રતિશોધની ભાવના વર્ષો સુધી ચાલ્યા જ કરે છે. મનમાં નિરંતર બદલો લેવાની ભાવના ચાલ્યા જ કરે છે. તેમાં જ સમસ્ત શક્તિ ખર્ચાઈ જાય છે. તનાવનું મુખ્ય કારણ આ જ છે.
રૌદ્ર ધ્યાનથી ઉત્પન્ન થયેલ ભાવનાત્મક તનાવ ચાર સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. પ્રથમ સ્થિતિ, હિંસાનુબંધીહિંસાને અનુબંધ; બીજી, મૃષાનુબંધી–અસત્યને અનુબંધ, ત્રીજી, સ્તેયાનુબંધી-ચેરીને અનુબંધ અને ચોથી-સંરક્ષણનુબંધી–પરિગ્રહના સંરક્ષણને અનુબંધ. આ બધી જ બાબતે તનાવ ઉત્પન્ન કરે છે. ભાવનાત્મક તનાવ ઉત્પન્ન કરવા માટે આર્ત અને રૌદ્ર ધ્યાન મૂળ કારણ રૂપ છે.
80. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org