SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જસ્ય સથપાતું નથી ત્યાં વિક્ષેપ, ચંચલતા અને ક્ષેભ ઉદ્ભવે છે. સાધનાને અર્થ છે–કર્મ, મન અને શરીર આ ત્રણેની એક જ દિશા તેને એકાગ્રતા કે ધ્યાન, કાંઈ પણ કહે. એકાગ્રતામાં વિચારોને રોકવાના નથી હોતા, પરંતુ તે અપ્રયત્નને પ્રયત્ન હોય છે. પ્રયત્નથી મન વધારે ચંચળ બને છે. એકાગ્રતા ત્યારે જ સધાય છે જ્યારે મન નિર્મળ હોય છે. એકાગ્રતા વગર નિર્મળતા પ્રગટતી નથી અને નિર્મળતા વગર એકાગ્રતા સંભવિત નથી. ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે કે તે પછી શું કરવું જોઈએ? આપણે પિતાને જ જેવા પ્રયત્ન કર જોઈએ. પિતાનું દર્શન કરે અને પિતાની જાતને સમજે. ઘણાખરા લેકે તે પિતાની જાતને જ સમજતા નથી. જે પિતાના શ્વાસને સમજી લે છે તે જ મહાન જ્ઞાની બને છે. તે માત્ર અક્ષરજ્ઞાની જ નથી હોતે, આત્મજ્ઞાની પણ બને છે. તમે શ્વાસ અને પ્રાણને નથી જાણતા, શ્વાસ પર લક્ષ નથી આપતા, છતાં પણ શ્વાસ તે ચાલ્યા જ કરે છે. શ્વાસ જ મહત્ત્વપૂર્ણ છે. જે તેની ઉપેક્ષા કરે છે તે પિતે જ ઉપે. ક્ષિત બની જાય છે. શ્વાસ, પ્રાણ, ઇન્દ્રિય, શરીર અને મન આ પાચેને સમજ્યા વગર મનની અશાંતિનું સમાધાન થઈ શકતું નથી. ધનવાન અને ગરીબ, વૃદ્ધ અને યુવક, પુરુષ અને સ્ત્રી–બધાને એક જ પ્રશ્ન હોય છે કે મનની અશાંતિ કેવી રીતે મટે ? મન અશાંત નથી. તે તે જ્ઞાનનું માધ્યમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004802
Book TitlePrekshadhyana Adhar ane Swaroop
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy