SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ [૪૫ ખડું કરેજ છે–બતાવેજ છે. આવા ધનાઢય અને જેનોની મોટી વસ્તીવાળા પ્રાન્તમાં તો કઈ સારા સ્થળે બધાઓના સંગઠન પૂર્વક એક વિશાળ ગુરૂકુલ ખોલવામાં આવે, તો ડાં વર્ષોમાં આ દેશ પ્રકાશમાં આવી શકે. પરતુ ચૌદમી સદીમાં જીવી રહેલી પ્રજા અને વાતવાતમાં ઝઘડા ઉભા કરનારી પ્રજા આટલા સંગઠનની સ્થિતિએ આવે, એને તે કદાચ સે વર્ષ જોઇશે. જાલોરનો કિલ્લે આ પ્રાન્તમાં કેટલાંક દર્શનીય સ્થાને, ઇતિહાસ અને પુરાતત્વના શોખીનને માટે પણ ઘણાં ઉપયોગી છે. આવાં સ્થાનમાં “જાલોરને કિલ્લો ” એ સારામાં સારું સ્થાન ગણી શકાય. “ જાલોરને કિલ્લે” એ ઈતિહાસ પ્રસિદ્ધ એક વખતનો સુવર્ણગિરિ છે. જેનશાસ્ત્રોમાં સુવર્ણ ગિરિ, કનકાચલ, સુવર્ણચલ, સુવર્ણભૂભૂત કલ્યાણભૂધર, કાચનગિરિ, કનકાદિ, સુવર્ણશૈલ વિગેરે અનેક નામોથી એને ઉલ્લેખ મળે છે. આ પર્વતના ઉલ્લેખ સાથે જાવાલિપુરનો ઉલ્લેખ પણ આવે છે. આ જાવાલિ પુર એજ આ સુવર્ણગિરિની તળેટીમાં વસેલું અત્યારનું જાલોર છે. આચાર્ય મેરૂતુંગસૂરિએ, પિતાના “વિચારશ્રેણી” ગ્રંથમાં રાજા નાહડના રાજ્યકાલનું વર્ણન લખ્યું છે. એમાં જણાવ્યું છે કે – નાહડ રાજાના વખતમાં ૯૯ લાખ રૂપિયાની મિલકત ધરાવનારાઓને પણ જ્યાં રહેવાને સ્થાન નહોતું મળતું, એવા જોરની પાસેના સુવર્ણગિરિ પર્વતના શિખર ઉપર “ ચક્ષવસતિ ” નામને મહાવીર સ્વામિને મહાપ્રસાદ તૈયાર થયે.” આ કથન બતાવી આપે છે કે એક વખતે આ કિલ્લા ઉપર કરડાધિપતિજ રહેતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy