________________
૪૪]
મારી સિંધિયાત્રા
હોય, જ્યાં બે કે તેથી વધારે તડ ન હોય. નજીવી બાબતોમાં તડ પાડી નાખવાં, એ તે એમને મન સહેલી વાત છે. ભાઈ ભાઈઓમાં અંગત ઠેષ હેય, તેને ઝગડો સમાજમાં કે ધર્મસ્થાનકમાં લાવીને નાખે અને તેના લીધે આખું યે ગામ ઝઘડામાં સંડોવાયેલું રહે. કઈ કઈ ગામમાં
સ્થાનકવાસી અને મંદિરમાર્ગીઓના ઝઘડા હોય, તે કઈ ગામમાં સ્થાનકવાસી અને તેરાપંથી વચ્ચે ઝઘડા હય, જ્યારે કઈ કઈ ગામમાં ત્રણ થઈ ” ને “ચાર થઇ ”ના પણ ઝઘડા જેવાયા.
સંસ્થાએ - છેલ્લાં થોડાક વર્ષોથી, આ પ્રાન્તમાં જુદી જુદી પાઠશાળાઓ, છાત્રાલયો વિગેરે સ્થાપિત થવા લાગ્યાં છે, પરંતુ એ સંસ્થાઓ પણ એક બીજાની ઇર્ષા અને નિંદાના લીધે પ્રગતિશીલ બની શકતી નથી. જોઇને કંઇક આંખ ઠરી શકે એવી એક સંસ્થા આ દેશમાં જેવાણી અને તે ઉમેદપુરનું “જન બાળાશ્રમ.” પરંતુ આ સંસ્થા માટે પણ ઘણું ગામોમાં વિરોધના સુર સંભળાયા. સંસ્થાના વર્તમાન સંચાલકે માટે અને સંસ્થાના વહિવટ માટે અનેક વાતો સંભળાઈ; પરન્તુ એમાં કેટલું સત્ય હશે એ તો જ્ઞાની મહારાજ જાણે.
* આવીજ રીતે આહારમાં અને જાલોરમાં પણ જૈન સંસ્થાઓ મૌજૂદ છે. જાલોરની સંસ્થા પ્રસિદ્ધ ઇતિહાસવેત્તા પંન્યાસજી શ્રી કલ્યાણવિજયજીના પરિશ્રમને આભારી છે. આ સંસ્થા માટે પણ તે પ્રાન્તની જનતામાં એવો જ વિરોધ દેખાયો. જાલોરમાં એક સારામાં સારું પુસ્તકાલય છે, એ પણ શ્રી કલ્યાણવિજયજી મહારાજને આભારી છે. તીખીમાં પણ એક સંસ્થા છે. આમ મારવાડી પ્રજામાં ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણને માટે છુટા છવાયા પ્રયતને થઈ રહ્યા છે, એ ખુશી થવા જેવું છે. પરંતુ દરેક સંસ્થાની પાછળ કંઇને કંઇ કાળું ચિત્ર લોકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org