________________
૪]
મારી સિંધયાત્રા
સીવીને બગદાદ લાવવાને હુકમ કાઢયા હતા. આ હુકમનો તરત અમલ થયે. ચામડામાં ગાંધી રાખવાથી ત્રણ દિવસે મહમદ બીન કાસીમનું અકાળ મોત થયું હતું.
ઈતિહાસ કહે છે કે સિંધમાં ૭૧૨ થી ૧૦૨૫ સુધી અરબ રાજ્ય રહ્યું, ૧૦૨૫ થી ૧૦૫૧ સુધી ગજનવી સુલતાને રહ્યા અને ૧૦ ૧૧ થી ૧૩૫૧ સુધી સુમરા વશે સિંધ ઉપર રાજ્ય કર્યું..
સુમરા અને સમા.
સુમરા લોકે અમલમાં રાજપૂત હતા. રાજપૂતાનામાં દુષ્કાળ પડવાથી અરબના વખતમાં તેઓ દેશ છેડી સિંધમાં આવેલા. પાછળથી તે મુસલમાન બન્યા. ૧૩૫૧ થી ૧૫ર૧ સુધી “સમા” વંશે રાજ્ય કર્યું. આ લોકે મૂળ અફગાનીસ્તાનથી આવેલા, અફગાનીસ્તાનને રાજા નરપત, તેનો પુત્ર સામપત, અથવા “સ” તે સિંધમાં આવેલો. સિંધમાં તેણે ને તેના વંશજોએ રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરેલો, પણ તે ન ફાવ્યા. તેની ૮ મી પેઢીએ થએલ “લાખીયારભડે” “સમાં 'ના નામથી “નગરસમ' અથવા “નગરઠઠ્ઠા' વસાવ્યું, ને સમારાજ્ય સ્થાપ્યું. તેઓ હિંદુધર્મી હતા. તેઓ સેવણની નજીક સમ નગરમાં રહેતા હતા. સિંધની હકૂમત આવ્યા પછી તેઓ ઠઠ્ઠાની પાસે “આમુઈ” શહેરમાં રહેવા લાગ્યા.
આ સમા રાજાઓ યાદવવંશી હતા, તેમાંથી જામ જાડાના નામથી તેના વંશજો “જાડેજા તરીકે ઓળખાવા લાગ્યા છે. હમણાં તેઓ સિંધમાં લગભગ મુસલમાન ધર્મ પાળે છે અને તેમની વસ્તી લગભગ આઠ લાખ જેટલી છે. અને સુમરાઓની વસ્તી એક લાખની છે. નગરસમૈને વસાવનાર લાખીયાર ભડના પૌત્ર અને લાખા ધુરારાના પુત્ર મેડે કચ્છમાં જઈ રાજ્ય સ્થાપ્યું. ન કેવળ કચ્છ જ, બલકે મોરબી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org