________________
હિંદમાં સિંધનું સ્થાન
[૩
વર્તમાન સિંધની પરિસ્થિતિ જોતાં સિંધની આખી વસ્તી ૩૮૩૫૬૦૦ માણસોની છે. તેમાં દર સો માણસે ૭૩ મુસલમાન, ૨૫ હિંદુ અને ૨ બીજી જાતિ (યુરોપીયન, ખ્રીસ્તી, પારસી વગેરે) છે. પચ્ચીસ ટકા જેટલા જે હિંદુઓ છે, તેઓના રીતરીવાજો, ખાનપાન અને ઘરની રહેણીકરણી જોતાં લગભગ બધું એ મુસલમાની દેખાય છે. આ બધું જોઈને કોઈને પણ એ કલ્પના થયા વગર ન રહે કે સિંધમાં આટલી બધી મુસલમાની વસ્તી કેમ ? અને આ બધા હિંદુઓના રીવાજે મુસલમાનો જેવા કેમ ? કારણ એ છે કે સિંધમાં લગભગ બારસો વર્ષ સુધી મુસલમાનોનું જ રાજ્ય રહ્યું છે. નિરંતર બારસો વર્ષ સુધી એક જ કેમની રાજસત્તા ચાલુ રહે, તે દેશમાં થોડી પણ સંખ્યા બીજી કેમની રહેવા પામે, એ જ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. ખરેખર ખુશી થવા જેવું છે કે ખાનપાન અને રીતરીવાજમાં મુસલમાની સંસ્કૃતિ પેસી જવા છતાં પણ, સિંધમાં હજુ ૨૫ ટકા જેટલા જે હિંદુઓ મૌજૂદ છે, તેઓ પોતે એક હિંદુ તરીકેનું કટ્ટર અભિમાન રાખે છે.
મુસલમાની રાજ્ય,
સિંધમાં મુસલમાની રાજ્યનો પગપેસારો સૌથી પહેલાં જે કાઈનો થયો હોય, તો તે મહમદ બિન કાસીમનો છે. ઈ. સ. 9૧૨માં આ કાસીમ સિંધ ઉપર ચઢી આવ્યો હતો. અને તેણે સૌથી પહેલાં દેવળબંદર સર કર્યું હતું. હિંદુ મંદિરે લૂટયાં હતાં. અમે નૈઋનકેટ (જે હાલનું હૈદ્રાબાદ છે) અને શિવીસ્તાન એ બે કિલ્લા જીત્યા. મહમદ બીન કાસીમની સામે લડનાર અલોરનો રાજા દાહીર હતો. મહમદ બીન કાસીમના સંબંધમાં બગદાદમાં ખલીફા પાસે ગયેલી ફરિયાદના કારણે ખલીફાએ તેને જીવત ને જીવતે ચામડામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org