________________
બહારના વિદ્વાને
જેનોને તો એ જાણીને અભિમાન થાય એ સ્વભાવિક હતું કે-જૈન સમાજમાં આવા ઉંડા અભ્યાસીઓ પણ છે.
- ૯ ડો. મસ–ભારતીય સાહિત્યના ઉચ્ચ કેટીના અભ્યાસી, યુરોપના પ્રસિદ્ધ વિદ્વાન, ઇન્ડીયા ઓફીસ લાયબ્રેરીના ભૂતપૂર્વ ચીફ લાયબ્રેરીયન અને ઓકસફર્ડ યુનિવર્સિટીના માજી સંસ્કૃત પ્રોફેસર ડો. એફ. ડબલ્યુ. થેમસ એમ. એ. પીએચ. ડી., “એરીયન્ટલ કોન્ફરન્સ 'ના ચુંટાએલા પ્રમુખ તરીકે હિંદુસ્તાનમાં આવેલા. અમારા ગુરુમહારાજ શ્રી વિજયધર્મસૂરિ મહારાજના તેઓ પરમ ભક્ત. લગભગ વીસેક વર્ષ પહેલાં તેઓ હિંદુસ્તાનની મુસાફરીએ આવતાં સૌથી પહેલાંજ ગુરુમહારાજ પાસે આવેલા. તેમની અમારી મિત્રતા ઘણા વર્ષોથી ચાલી આવે છે. કેવળ થોડા કલાકો માટે મિત્રતાને સંબંધ તાજો કરવાની અભિલાષાથી આવેલા. વખત નહિં હોવા છતાં આવા એક મહાન યુરોપીયન વિદ્વાનની વિદ્વત્તાને લાભ અપાવવા માટે તા. ૧૭મી એપ્રીલ ૧૯૩૮ના દિવસે કરાચીના મેયર શ્રીયુત દુર્ગાદાસ એડવાનીના પ્રમુખપણું નીચે ઉપાશ્રયના હેલમાં એક વિરાટ સભા ભરવામાં આવી હતી. કરાચીના અધિકારીઓ, મ્યુનિસીપાલીટીના કેરપરેટરો, તમામ પત્રાના પ્રતિનિધિઓ, પારસીઓ, અંગ્રેજો, સિંધી અને ગુજરાતી સ્ત્રી પુરુષની હજારોની સંખ્યા આ વિદ્વાનને સાંભળવાને માટે આતુરતાથી આવી હતી. ડે. થેમસે “ભૂત અને વર્તમાન” એ વિષય ઉપર ઘણું જ વિદ્વત્તાપૂર્ણ ગંભીર અને જાણવા જેવું વ્યાખ્યાન આપ્યું હતું. અંગ્રેજીમાં વ્યાખ્યાન આપવા છતાં પણ આ હજારની જનતાએ જે શાંતિ જાળવી હતી એ બહુ આશ્ચર્યકારક હતી.
આ અંગ્રેજી વ્યાખ્યાન ગુજરાતી તરજુમે શ્રીયુત પશેતન વાણિયા બી. એ. એલ. એલ. બી. એ કરી સંભળાવ્યો હતો. આવા ગંભીર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org