________________
બે સંસ્થાઓની સ્થાપના
હોમ્યોપેથિક કોલેજ
હમણાં યુરોપ અને હિંદુસ્તાનમાં પણ “હેપેપેથિક દવાઓનો પ્રચાર ખૂબ થઈ રહ્યો છે. થોડા જ સમયમાં થોડી મહેનતે એક માણસ હેપેથિકને ડોકટર થઈ શકે છે. તેવી જ રીતે હેપેથિક દવાઓ પણ બિલકુલ થડા પ્રમાણમાં મીઠાશવાળી અને ફાયદાકારક જણાઈ છે. હિંદુસ્તાનમાં કલકત્તા અને લાહોર જેવા એક બે સ્થાનોમાં હજુ આ વિદ્યાની કેલેજે સ્થાપન થઈ છે. શહેરમાં આ દવાનાં દવાખાનાં તો ઘણાં ચાલે છે. જો કે હેપેપેથિક વિદ્યા હજુ સરકારે કરેકગનાઇઝ નથી કરી, છતાં તેનો ઉહાપોહ થઈ રહ્યો છે, અને સંભવ છે કે બહુ જલદી જ તે રેકંગનાઈઝ થશે.
એક શુભ ઘડીએ પારસી સંસાર” ના સબ એડીટર ભાઈ ઠાકરસી કાઠારીએ આ વિદ્યાની એક કેલેજ કરાચીમાં સ્થાપન કરવા માટે અમારું ધ્યાન ખેંચ્યું. અને તેની એક યેજના આગળ ધરી. ભાઈ ઠાકરસી કેકારીની આ યોજના ખરી રીતે “પારસીસંસારના ભલા અને ઉદાર અધિપતિ શ્રીયુત પી. એચ. દસ્તુર સાહેબની હતી. યેજનાનો મુખ્ય હેતુ એ હતો કે થોડા જ સમયમાં આમાંથી અભ્યાસ કરીને નિકળેલો યુવક ગુજરાત કાઠિયાવાડ કે પિતાના ગામડાઓમાં જઈ દવાખાનું ખાલી પ્રામાણિકપણે પોતાનું ગુજરાન ચલાવવા સાથે દવાદારૂના સાધનહીન ગામડાના લોકોની સેવા કરવા માટે સમર્થ થઈ શકે છે.
બેકારીથી પીડાતા અથવા ઓછી આવકના કારણે મુંઝાતા યુવકે કે મધ્યમ સ્થિતિના ગૃહસ્થોને માટે આ યોજના લાભદાયક છે. એમ અમને જણાયું. મેં આ પેજને આફ્રિકામાં વસતા એક ગૃહસ્થને જણાવી, કે જેઓ ગરીબો માટે દુખિઆઓ માટે ઘણજ હમદર્દી રાખે છે. અને દુખિઆ એને ગુપ્ત મદદે આપવા માટે પોતાથી બનતું કર્યા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org