________________
સામાજિક પ્રવૃતિ
[ ૩૩૩
દોડી જવામાં ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ ઘણું નુકસાન થાય છે. શું લખવું? ક્યારે લખવું ? શા માટે લખવું? કેવું લખવું ? એનો પણ વિચાર કરવાની જરૂર છે. આ સંબંધી કરાચીનાં પત્રોમાં એક પ્રસંગે મેં થોડીક સૂચનાઓ બહાર પાડી હતી. જો કે તે પ્રસંગ તે કેવળ કરાચીના યુવકે માટે હતો, પરંતુ તે સૂચનાઓ લયભગ સર્વોપયોગી હેઈ, અહિં તેને ઉતારો કરવો અસ્થાને તે નથી જ. ”
* ૧ લખનારે જે વસ્તુ સંબંધી લખવું હોય, તે માત્ર પિતાની દૃષ્ટિથી ન જોતાં બીજી દષ્ટિથી પણ જેવી જોઈએ.
૨ મારા લખાણની અસર બીજા પર થશે કે કેમ ? અથવા થશે તો શી થશે? તેનો ખૂબ ગંભીરાઈથી વિચાર કરવો જોઈએ.
૩ લખવા અગાઉ એક વખત તે વસ્તુનો સંબંધ જેની સાથે હોય, તેને પ્રત્યક્ષ મળીને વિવેકપૂર્વક પિતાનો પ્રામાણિક મત જણવો જોઈએ. આમ થવાનું પરિણામ એ આવશે કે પરસ્પરમાં જે કંઈ ગેરસમજતી હશે તે દૂર થઈ જશે, એટલે ચર્ચાને જ અવકાશ નહિં રહે.
૪ ચર્ચા કરવા બહાર આવનાર પિતાનું વ્યક્તિત્વ પોતે તપાસી જાય. પિતાનું સ્થાન પણ પોતે જોઈ લે. ઘણી વખત ગુપ્ત નામથી લખવાની જરૂર પડે છે, એનું કારણ છે કે પિતાના વ્યક્તિત્વ માટે પોતાને ખુદને જ અવિશ્વાસ હોય છે. સમજપૂર્વક, વિવેકપૂર્વક પ્રામાણિક મતભેદ હોય, તો પિતાનું નામ જાહેર કરવામાં શા માટે ભય રાખવો?
૫ ખરેખરી રીતે જે સુધારવાની કામના હોય, તે અર્થ વિનાની, ગેરસમજુતીવાળી, આત્મવિશ્વાસ વિનાની ચર્ચાથી કંઈ ફાયદો ન થાય. મુદ્દાની અને જરૂરી વાત, મહામે બેસીને પણ કરી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org