________________
૩૦૪ ]
તમારી સિંધયાત્રા
ભાદરવા સુદિ ૧૪ સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજની પુણ્યતિથિ હોય છે. એટલે શ્રાવણ વદિ બારસથી ભાદરવા વદિ એકમ બીજ સુધીના દિવસો ધર્મક્રિયાઓ અને બીજી ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિમાં પસાર થાય, એવો કાર્યક્રમ બનતાં સુધી ગોઠવવામાં આવે છે. સ્થાનિક ગૃહસ્થ પિતાની શક્તિ ને ભક્તિના પ્રમાણમાં ધૂમધામ કરે છે.
જયંતીઓને પ્રચાર
- જયંતિઓને પ્રચાર હવે તે બહુ વધી ગયો છે. છાશવારે ને છાશવારે કોઈની ને કેઈની જયંતી હોયજ. સાધારણ રીતે એકાદ સભા ભરી, બે ચાર વ્યક્તિએ બોલી જાય, એટલે જયંતીની સાર્થકતા પૂરી થાય. વળી હવે તે જયંતીઓ કોની ઉજવવી જોઈએ? એની પણ કાંઈ મર્યાદાઓ રહી નથી, તેમ છતાં જગત પ્રસિદ્ધ ઉંચા ચારિત્ર ધારી મહાપુરુષના ગુણાનુવાદથી પણ વંચિત રહેવું, એ પણ કેમ પાલવે? અને તેટલા જ માટે લીટે લીટે ચાલવાની પ્રથા કરતાં કાંઈક નવીનતા અને વિશેષતા યુક્ત કાર્યો થાય, કે જેથી જનતાને ઘણું જાણવાનું, જેવાનું, અને શીખવાનું મળે, એવા પ્રયત્નો કરવા તરફ લક્ષ રહે છે.
આજ ઉદ્દેશને લક્ષમાં રાખી, દરવર્ષ અને દરેક સ્થાનની માફક કરાચીમાં પણ ગુરુદેવની જયંતી ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. પહેલી જયન્તી
- પ્રથમ વર્ષની એટલે ૧૫ મી જયન્તીને કાર્યક્રમ ત્રણ દિવસને ખૂબ ભરચક રખાયો હતો. તે ઉપરાન્ત સાથે અઠાઈ મહેત્સવ પણ હતા. જયન્તીની ત્રણ દિવસની સભાના પ્રમુખ હતાઃ-ભાઈ. જમશેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org