________________
ગુરુદેવની જયતીઓ
[૩૦૩
વ્યકિતત્વ કેવું હતું? એ બતાવવા માટે “જૈનજ્યોતિ ના અધિપતિના શબ્દોજ ટાંકી દઉં—
પરમ સાધુસૂતિ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીની પિછાન માટે આજ કલમ અને કિતાબની બહુ ઓછી ઉપયોગિતા રહી ગઈ છે. જેનધર્મના સાધુ બની જગધર્મની સાધુતા છવી જનાર, અન્યાય અને અધર્મ સામે સદા-સર્વદા પ્રચંડ જેહાદ જગાવનાર માન કે અપમાનને સત્કર્મના ત્રાજવે તળી લેનાર એ મહાત્માની કીતિ હિંદના સીમાડા વટાવી, યુરોપ અને અમેરિકાની ભૂમિ પર તેમના જીવનકાળ દરમિયાન જ પહોંચી ગઇ હતી. તે યુરોપીય વિદ્વાનનું ગુરૂપદ પણ હાંસલ કરી લીધું હતું. કાન્તિભયુ” સાધુજીવન અને અધ્યાત્મ ભર્યું વીર જીવન ગાળી તેઓ પોતાની પાછળ મોટે એ યશ પુજ મૂકતા ગયા છે.”
આવા મહાપુરુષની પુણ્યતિથિ દરેક ધર્મના અનુયાયિઓ ઉજવે, એ સ્વપરના હિતને માટે લાભદાયક છે, એમ કોઈ પણ વિચારક કહ્યા વિના નહિ રહે. કર્તવ્ય પાલન
અને તેમાંયે મારા જેવા તેમના અદના શિષ્ય માટે તે એ ગુરુદેવના મરણાર્થ જેટલું કરી શકાય, તેટલું ઓછું છે. અને તેજ કર્તવ્યને લક્ષમાં રાખી જ્યાં જ્યાં મારું ચતુમસ થાય છે, ત્યાં ત્યાં ગામના પ્રમાણમાં ભાદરવા મહિનાને શુકલ પક્ષ વિશિષ્ઠ પ્રવૃત્તિઓથી પસાર કરવાકરાવવામાં આવે છે. અને તેમ કરવામાં હું મારું સદ્ભાગ્ય સમજું છું. સાધારણ રીતે શ્રાવણ વદિ બારસથી ભાદરવા સુદિ પાંચમ સુધી પર્યુષણની ક્રિયાઓ ઘણી ધૂમધામપૂર્વક દરેક સ્થળે નિયમિત થાયજ છે; પરંતુ તે પછી ભાદરવા સુદ અગિયારસે અહિંસા પ્રચારક, અકબર પ્રતિબંધક, જગારથી હીરવિજયસૂરિ મહારાજની જયંતિને દિવસે આવે છે. અને
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org