________________
વિશિષ્ટ સભાઓ
'
[ ૨૯
“જે લોકે બીજા છો પર નિર્દયતા વાપરે છે, તેઓ ખરી રીતે પિતાની બરાબર બીજ છાને સમજતા નથી. સંસારના નાના કે મોટા ગમે તે જીવ હશે, તે સર્વે જીવવા ઇચ્છે છે. મરવાને કોઈ ચાહતું નથી. આપણે જીવવાને ઇચ્છતા હોઈએ, તો બીજાને જીવવા દેવા જોઈએ. “જીવો અને જીવવા દે... આ સૂત્રને જે હમેશાં હૃદયમાં રાખવામાં આવે, તે માણસ ઘણું પાપથી બચી જાય. ઘણી હિંસાથી બચી જાય.
મહાનુભાવો, હિંદુસ્તાન એ તો ધક્ષેત્ર છે. ભારતભૂમિ એ પવિત્ર ભૂમિ છે. આ ભૂમિમાં અત્યારે કેટલાં ઘોર પાપો થઈ રહ્યાં છે? તે પાપનાં પ્રાયશ્ચિત્ત આપણે ભેગવી રહ્યા છીએ. માટે જે તમારે સુખી થવું હોય, તો લોભ ઓછો કરો, પાપ ઓછાં કરો. જી પર દયા કરે.
બહેને અને ભાઈઓ, જરા પૂર્વ સમયનો ઇતિહાસ તે તપાસે. અકબરના સમયમાં હિંદુસ્તાન દેશ કેટલો બધો સુખી હતા? તેણે પશુવધ બંધ કર્યો હતું, જુલ્મી કરો બંધ કર્યા હતા. ખેતીને માટે ભરપૂર જમીન હતી. મનુષ્યના જીવનને ઉપગી દૂધ, દહિં, અનાજ, વસ્ત્ર પુષ્કળ મળતાં હતાં. ૧ રૂા. ના ૨૭૦ રતલ ઘઉં મળે;૧ રૂ નું ૮૫ રતલ દૂધ મળે, ૧ રૂા.નું ૨૧ શેર ધી મળે. એ હિંદુસ્તાનને બીજુ શુ જોઈએ ? આજની શી દશા છે, તે સમજાવવાની જરૂર છે ખરી ?
ઉપર પ્રમાણે કતલખાનાના વિરોધની એક બીજી સભા તા. ૧-૯-૩૭ ના દિવસે જૈન મંદિર પાસેના પ્લેટમાં ભરવામાં આવી હતી. એ સભામાં અનેક વકતાઓએ વ્યાખ્યાને કર્યા હતાં. અને લાહોરમાં થનારું કસાઈખાનું નહિ થવા દેવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો. અને તે ઠરાવની નકલો તારધારા વાઇસરોય અને બીજા ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org