________________
ર૭૮]
મારી સિંધયાત્રા
કરનારે, ૬. બલિદાનની પ્રથા હામે વિરોધ કરનારો-એમ કેટલાક અગત્યના ઠરાવો કરવામાં આવ્યા હતા. અને તે ઠરાવો ઘટતે સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રમુખ તરીકેની ફરજ અદા કરતાં, જે કેટલુંક વિવેચન મારે કરવું પડેલું, તેમાં આવી એક અગત્યની મહાન કોન્ફરન્સના પ્રમુખ તરીકેનું માન આપવા માટે, આર્યસમાજને અને ખાસ કરીને કાર્યકર્તાએને આભાર માન્યો હતો. અને છેવટે ઉપસંહારમાં જે કંઈ કહ્યું, તેને ટૂંક સાર આ છે –
ભાઈઓ અને બહેને, દયા'ના સંબંધમાં કંઈક કહુ તે પહેલાં પાંચમા ઠરાવના સંબંધમાં છેડે ખુલાસે કરવા ચાહું છું.
મને એવા ભરોસાદાર ખબર મલ્યા છે કે શેઠ શિવરતનજી મહેતાએ આ તલખાનાનો ઠેકો લેવાથી હાથ ઉઠાવી લીધો છે. આ વાત જે સાચી હોય, તે આપણે ખરેખર ખુશી થઈશું, કેમકે તેઓ હિંદુ તરીકે પોતાના કર્તવ્યને સમજ્યા છે.
જ પરંતુ તેની સાથે જ સાથે જે હકીકત મેં સાંભળી છે, તે ઉપરથી તે મને ઘણું દુઃખ થયું છે. તે હકીકત એ છે કે એક જન ગૃહસ્થે આ કસાઈખાનાના કાંટ્રાકટ માટે પોતાનું ટેન્ડર ભર્યું છે. આ જન ગૃહસ્થ જે કે દિગંબર કહેવાય છે, છતાં જે તેમણે ડેન્ડર ભર્યાની વાત સાચો હોય તો, ખરેખર જૈન તરીકે તે એક ભયંકર કલક જેવું છે. પૈસાને લોભ શું શું પાપ નથી કરાવી શકતો ? અથવા સીધી યા આડકતરી રીતે કયા પાપને પોષણ નથી અપાવતો ? એનું આ ઉદાહરણ છે.
- “ અમારાજ દેશના સાચા ધનને (પશુધનને) એક યા બીજી રીતે નાશ કરવામાં ઉત્તેજન આપવા, અહિંસાને દાવો કરવા છતાં ઘોર હિંસાના કૃત્યને એક યા બીજી રીતે ઉત્તેજન આપવા આપણાજ ભાઈઓ આગળ આવે, એના. જે દુખનો વિષય બીજો કયો હોઈ શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org