________________
૧૭
મહારાજશ્રી સ્પષ્ટ વક્તા છે. પોતાના કરાચીના જૈનની ખામીઓ પણ દર્શાવતાં વાર લગાડતા નથી. એઓશ્રી, કોઈપણ જનધનીકે સામાજિક કે ધાર્મિક, સ્થાયી કાર્ય કે સંસ્થા ઉભી ન કરવા માટે ખેદ જાહેર કરે છે; જેને માટે ખાસ હોસ્પીટલ, સેનેટેરીઅમ, સુવાવડ ખાતું, સસ્તાભાડાની ચાલ, હાઉસીંગ સોસાયટી, હાઇસ્કુલ સ્થાપી નથી, તે માટે શોચ જાહેર કરે છે. તે સિવાય બધા જૈન ઉપર સરખી છાપ પાડી શકે એવો વાવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, નેતાને અભાવ પણ દેખાડે છે. જ્યાં એમના ગુણે દેખાય છે, ત્યાં એમની કદર મહારાજશ્રીએ કરી છે. એઓશ્રી કહે છે: - ( એકંદર કરાચીની એંસી હજારની ગુજરાતી વસ્તીમાં સાડા ત્રણ હજારની સંખ્યા ધરાવનાર જેનેનું સ્થાન વ્યાવહારિક અને ધાર્મિક દૃષ્ટિએ પણ સમય અને સ્થાનના પ્રમાણમાં ઉંચુ ગણી શકાય.'
મહારાજશ્રી એટલે વિજળીક શક્તિ. એમને લોકકલ્યાણમાં આદર અને પ્રેમ છે. “મારા હાથથી વ્યક્તિ કે સમષ્ટિનું ભલું થાય, એવી એમની આંતરિક ઇચ્છા એમનાં હદયમાં જાગૃતજ રહ્યા કરે છે. હિંદના દુર્ભાગ્યે આવા લોકનિષ્ઠ સાધુઓ છેડા છે. ભગવાન શ્રી મહાવીરની પેઠે સર્વત્ર લોકોને સમજાવી વિનવીને અહિંસાને મહિમા પ્રવર્તાવનારા સાધુઓની સંખ્યા હિંદને મોટા પ્રમાણમાં જોઈએ છીએ. હિંદના બુદ્ધ સાધુઓએ ચીન સિવાય ટીબેટ, ઇડેચાઇના, સીલોન, જાવા અને ફીલીપાઈન સુધી ઘુમીને બુદ્ધ ધર્મ ફેલાવ્યો હતો. તે વાતની હજુ ઈતિહાસ સાક્ષી પૂરે છે. સ્વામીશ્રી વિવેકાનંદજી કહેતા કે હવે હિંદને આળસુ, એદી અને સ્વાર્થી સાધુઓની આવશ્યક્તા નથી. હિંદને તે ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, વસ્ત્રવિહોણાને વસ્ત્ર અને બિમારને ઔષધ પહોંચાડનાર સાધુઓ જોઈએ છીએ.” સ્વામી શ્રદ્ધાનંદજી જેવા શહીદની દરકાર હવેના હિંદને છે. શ્રી વિદ્યાવિજયજી પણ લોક કલ્યાણની ભારે ધગશ રાખે છે. લેક કલ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org