________________
ગરીબ પ્રજા અને મુંગા જાનવરોને રોજી તથા આતિથ્યને લાભ ઘણું લાંબા સમયથી સિંધ આપતું રહ્યું છે. જેનો વેપારી સંબંધ હતા. સિંધના જુના બંદરો “ શાહબંદર” અને “કેટીબંદર” સાથે બહુ ને માલ મંગાવવાને સંબંધ કચ્છ-કાઠિયાવાડનાં બંદરોને હતે.
૩ લખપતથી રણમાં થઈને બદીના મારફતે સિંધમાં આવવાને રાજમાર્ગ પણે જુને છે. સાધુઓ શ્રીનારાયણ સરોવરની યાત્રા કરી ત્યાંથી આ માર્ગે સિંધમાં હિંગળાજના દર્શને “પ્રાઈ પરસવા જતા હતા.
૪ મસ્કત અને ઈરાની અખાતના બંદર ખાતે કચ્છ કાઠિયાવાડના વેપારીઓ છેલ્લા ૨૫૦ વરસેથી સંસ્થાને સ્થાપી બેઠા છે. એમને સાગરમાર્ગ સિંધના બંદર થઈને હતો. એટલે સિંધમાં એમની પેઢીઓની શાખાઓ હતી.
૫ સંવત ૧૮૮૫ લગભગ શેઠ સુંદરલાલજી શીવજી સોદાગરની ઘણું પેઢીઓ સિંધમાં હતી.
૬ કચ્છ, રાજકોટ, જામનગર, ગોંડળ, ધ્રોળ, મોરબી વિગેરેના રાજકર્તાઓ સિંધમાંથી આવ્યા છે. તેમજ ભાટીઆ, લોહાણું, ખોજા, પુષ્કરણ, સારસ્વત વિગેરે કરછ કાઠિયાવાડની હમણની પ્રજા પણ સિંધમાંથી મૂળ આવી છે, તેમ સિંધના ઘણા કુટુઓ દસ-બાર પેઢીઓ ઉપર કે તેથી પહેલાના સમયમાં કચ્છમાંથી આવી વસ્યા છે. એટલે એ સર્વે પ્રાંતે વચ્ચે વેપારી સંબંધ ઘણે જુને છે. કચ્છી અને સિંધી ભાષામાં બહુ જ નજીવો ફરક છે. સિંધના નગરપારકર છલામાં સેંકડો વર્ષો થયા ગુજરાતીઓ રહ્યા છે. હજુ ત્યાંની વસ્તીને મુખ્ય ભાગ ગુજરાતીઓને જ છે. ગુજરાતી ભાષા જ ત્યાંની મુખ્ય ભાષા છે. આથી સિદ્ધ થાય છે કે સિંધ સાથે મહાગુજરાતને વેપાર ઘણે જુને હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org