________________
ણની પ્રવૃત્તિઓ એજ શ્રેષ્ઠ નિવૃત્તિ માર્ગ છે. આપણું ચેપન લાખ સાધુઓ હિંદની કલ્યાણ પ્રવૃત્તિઓ માટે સન્યાસ લે તો હિંદનો ભાગ્યોદય જરુર જલ્દી થાય. આપણા દેશની અજ્ઞાનતા, વહેમ, કુસ મટાડવા સાધુએ કેટલું બધું કરી શકે?
મહારાજશ્રી આદર્શ સાધુ છે. એઓ પોતાનાં ધર્મકાય નિયમિત સમાપ્ત કરી લોક કલ્યાણની પ્રવૃત્તિમાં પડે છે. સવારે વ્યાખ્યાન આપવાં, તેમાં પણ કોઈના સંપ્રદાય કે ધર્મ ઉપર જરા પણ આક્ષેપ કરવો નહિ. બપોરે લેખ લખવા, સ્કૂલો અને સંસ્થાઓની મુલાકાત લેવી, જાહેર પ્રજાજનો આમંત્રણ કરીને લઈ જાય છે ત્યાં વ્યાખ્યાન આપવાં, જિજ્ઞાસુએની શંકાનિવારણ કરવું, ધર્મચર્ચા કરવી, પરધર્મીઓને અહિંસાની ખુબીઓ સમજાવવી, નવી નવી સંસ્થાઓની એજનાઓ ઘડવી, સંસ્થાએના કાયદાકાનુને ઘડવા, હેન્ડબીલો છપાવવાં, પિતાના પુસ્તકોનું લેખન કાર્ય ચાલુ રાખવું, સૌને મિષ્ટવાથી સંતોષવા, વિરોધીઓનો પણ આદર કરવો, એવી એવી અનેક પ્રવૃત્તિઓ કરાચીમાં એમણે ચાલુ કરી. એઓ કયાંય પણ પહોંચી જાય. એમને ઉદ્યોગ અથાગ છે. સારાં કાર્યો માટે આર્થિક સહાય કરનાર પણ પુષ્કળ નીકળી આવે છે. આ બધાનો સંક્ષિપ્ત ઇતિહાસ આ ગ્રંથમાં આલેખાએલો છે. એટલે વિશેષ કહીશું નહિ
ખાસ પ્રવૃત્તિઓમાં અહિંસા પ્રચાર માટે એમણે સતત પ્રયત્ન કર્યા છે. પિતાના ગુરુદેવની જયંતિઓના સરસ મેળાવડા કર્યા છે, હજ્યોપેથિક કોલેજ, જનહુન્નરશાળા વિગેરે સંસ્થાઓ ઉભી કરી છે. “હિમાંશુવિજય ગ્રંથમાળા’નું કામ અને યોજના ચાલુ કર્યા છે, અનેક સપુરૂષોની જતિએમાં અધ્યક્ષપદ દીપાવ્યું છે. આ બધી કલ્યાણપ્રવૃત્તિઓ આ ગ્રંથમાં સંક્ષિપ્તમાં વર્ણવાઈ છે. મહારાજશ્રી સમદષ્ટિ રાખે છે. બીજા સંપ્રદાય તરફ પણ ગુણદષ્ટિ રાખે છે. આથી અહિંના સર્વે વિદ્વાન અને સજજને એમના તરફ પ્રેમ અને આદર રાખે છે. લોકકલ્યાણની કોઈપણ પ્રવૃત્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org