________________
૧૪૪]
મારી સિંધયાત્રા
પણ ઓળખાય છે. એનું કારણ એ છે કે મીરાના જમાનામાં દીવાન અને એવા મોટા હોદા તેઓ ભોગવતા હતા. અત્યારે પણ તેમની પરંપરાના લોકે “દીવાનેજ કહેવાય છે. પિતાના અધિકારના સમયમાં આ લોકોને બાદશાહ તરફથી મોટી મોટી જાગીરો અને જમીન મળેલી, એ જમીનની જમીનદારી આજ પણ ઘણું આમલે ભોગવી રહ્યા છે. અને તેથી તેઓમાંના ઘણું મોટા Land ford (જમીનદાર) તરીકે પ્રસિદ્ધ છે. એવા કેટલાયે આમીલો છે, જેમને ત્યાં હજારે વીધા જમીન આજ પણ છે. અને ખેતીની મોટી આવક ધરાવે છે.
આમીલે મેટે ભાગે નોકરી કરનારા છે. કલેકટર, કમીશ્નર અને એવા એવા હોદ્દેદારે આજ પણ છે. જો કે હવે એ લોકોને નેકરીઓ બહુ ઓછી મળે છે, સિંધમાં મુસલમાનની રાજદ્વારી પ્રબળતા હેવાના કારણે.
અટકે
આ લોકોમાં ગીદવાણી, એડવાણું, વઝીરાણુ, ગુલર જાણ, પુનરાજાણી, મીરચંદાની, જહાંગીયાણી વિગેરે અટકે છે. આ અટકે તે તે નામના પૂર્વ પુરુષે ઉપરથી પડી છે. દીવાન ગીદુમલના નામથી ગીદવાનું કહેવાય છે. આ ગીદુમલ કહેવાય છે કે મુલતાનથી આવેલ. તેમના નામથી હૈદ્રાબાદની પાસેનું ગીદુબંદર નામ પડેલું છે. આ ગીઘુમલની સાથે આદુમલ આવેલા, તેમની પરંપરાના લોકે એડવાની કહેવાય છે. હૈદ્રાબાદમાં “એડવાની ” નામની ગલી છે. તેની બે પડખે બે ગલ્લીઓ છે. જેનું નામ “ગુલરાજાણી” અને “પુનરાજાણું છે. “ગુલરાજ” અને “પુનરાજ” એ બે હિંદુ સેની હતા. અને તે કહેવાય છે કે બલુચિસ્તાનથી આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org