________________
હૈદ્રાબાદ
[ ૯૩
થાય છે. સિંધમાં આર્યસંસ્કૃતિના પ્રવાહને જાગત. રાખનાર અગ્રણી વ્યક્તિઓમાં એમનું નામ પ્રથમ પંકિતમાં છે.” ૧
સિંધના માંસાહારી સિંધીઓમાં તેમણે અહિંસાને સારો પ્રચાર કર્યો છે. તેમનું પ્રાતઃકાળનું પ્રવચન સાંભળવા ભાવિક ભાઈઓ બહેને હર્ષભેર એકત્રિત થાય છે. તેમનાં પુસ્તક કે જે અંગ્રેજીમાં હોય છે, યુરોપ અને અમેરીકામાં પણ આદર પૂર્વક વંચાય છે. તેઓ ભગવાન મહાવીરસ્વામી પ્રત્યે ઉંચું માન ધરાવે છે. સ્વ. ગુરૂદેવ શ્રીવિજયધર્મસૂરિ મહારાજના તેઓ મહેટા પ્રશંસક છે. હૈદ્રાબાદમાં અમારે પરસ્પરનો મેળાપ થતાં સૌને આનંદ થયે હતે. સિંધમાં જીવદયાના પ્રચાર કરવામાં દરેક પ્રકારે સાથ આપવા માટે તેમણે વચન આપ્યું હતું. “મહાવીર ચરિત્ર” અંગ્રેજીમાં લખવા માટે ઘણું વાટાઘાટ થઈ હતી. કરાચી પણ તેઓ આવ્યા હતા, પરંતુ કેટલાક અનિવાર્ય સંગોને લીધે એ કામ પાર પાડી શકાયું નથી.
બહેન પાર્વતી
હૈદ્રાબાદમાં દીવાન લાલચંદ એડવાણુનું કુટુંબ એક સંસ્કારી, શિક્ષિત, શ્રીમંત, અને ધર્મપ્રેમી કુટુંબ ગણાય છે. બહેન પાર્વતી સી. એડવાની આ કુટુંબની એક સંસ્કારી, વિનયી, અને ભક્તિવાળી કુમારિકા છે. સિંધી લો કે ઘણે ભાગે પર્શિયન ભાષા સાથે સંબંધ વધુ રાખે છે. ભાગ્યે જ કોઈ સંસ્કૃત ભાષા લેતું હશે. બહેન પાર્વતી ગ્રેજ્યુએટ છે. અને સંસ્કૃતની સારી વિદુષી છે. તેનું આખું કુટુંબ બહુ શ્રદ્ધાળુ અને ધર્મપ્રેમી છે. સાધુઓની સેવા, એ ઉત્તમ લાહો સમજે છે. અમારી હૈદ્રાબાદની સ્થિતિ દરમિયાન બહેન પાર્વતીના કુટુંબ સારી સેવા કરી હતી. એટલું જ નહિ પરંતુ : કરાચીમાં પણ વખતે વખત વ્યાખ્યાન
(1) જૂઓ ‘મહાગુજરાત ને દીપોત્સવી અંક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org