________________
મારી સિંધિયાત્રા
સિંધી લો કે છેક સાંજ થયા પહેલાં ઘરથી બહાર નિકળી શકે નહિં. હૈદ્રાબાદની ગરમી પણ સિંધમાં અસાધારણ ગરમી કહેવાય છે. આવા સંગોમાં પણ જે જે સિંધી લો કે અમારા પરિચયમાં આવ્યા, તેઓએ ઘણીજ સારી ભક્તિ બતાવી. એમની જિજ્ઞાસાવૃત્તિઓ અને એમની શુદ્ધ શ્રદ્ધાએ અમારા દિલ ઉપર સુંદર અસર કરી. કેટલાક કુટુંબોને તે એટલો બધે રાગ થયો કે અવારનવાર ઉપદેશ લાભ લેવાને કરાચીમાં પણ આવતા જ રહ્યા છે.
વિશિષ્ટ વ્યક્તિઓ
હૈદ્રાબાદ તે એક આલીશાન શહેર છે. આવા મોટા શહેરમાં અનેક દાની, માની, વિદ્વાન અને પ્રસિદ્ધ કાર્યકતાઓ હેય, એ સ્વાભાવિક છે, પરંતુ અહિં અમારી સ્થિરતા બહુજ ઓછી રહી, એટલે ઘણું લોકેને પરિચય ન થયો. જેઓનો પરિચય થયો અને જેમના જીવનમાં કંઈક વિશેષતા જેવાઈ, એવા બે મહાનુભાવ. એક સાધુ વાસવાની અને બીજા બેન પાર્વતી સી. એડવાની. સાધુ વાસવાની
હૈદ્રાબાદની નહિં, સિંધની નહિ, પણ આખા હિંદુસ્તાનની અનેક વિભૂતિઓમાંની આ એક વિભૂતિ છે. બલકે દુનિયાની પ્રસિદ્ધ વ્યક્તિઓમાંની આ એક છે. સાધુ વાસવાનીને એક સાધુ તરીકે ઘણું સિંધી કે પૂજે છે. તેમની સાદાઈ અને જીવદયા પ્રત્યેને પ્રેમ અસાધારણ છે. તેમનું વ્યક્તિત્વ બીજાઓ ઉપર અસર નાખે છે. ભાઈ ઇન્દુલાલ ગાંધી પિતાના અસ્પષ્ટ દર્શન’ નામના લેખમાં લખે છે –
* સિધી સાહિત્ય અને સંસ્કૃતિના સ્મરણ સાથેજ સિધના વિવેકશીલ સાધુ વાસવાણુની સૌમ્ય મૂર્તિ સૌ પહેલાં આ સામે આવીને ખડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org