________________
૯૪]
મારી સિંધયાત્રા
C...
-
શ્રવણને લાભ લેવા માટે આવતાં જતાં. બહેન પાર્વતી કટ્ટર વનસ્પત્યાહારી બની છે. મારા પાંચ પુસ્તકોનો તેણે સિંધીમાં અનુવાદ કર્યો છે, કે જે પ્રકાશિત થઈ ચુક્યાં છે, અને આખા સિંધમાં તેનો પ્રચાર સાર થયો છે. માંસાહારી સિંધી લોકોમાં આ પુસ્તકના પ્રચારથી જે સારો લાભ થયો છે, એના પુણ્યમાં બહેન પાર્વતીનો હિસ્સો મોટો કહી શકાય. જૈન ધર્મનું જ્ઞાન મેળવવા સંબંધી અને બની શકે તેટલે અંશે તેનું આચરણ કરવા સંબંધી તેનું લક્ષ્ય બહુ વધારે છે. તેની નિર્દોષ શ્રદ્ધા, બીજા સિંધી લો કરતાં જરુર જુદી પડે છે. સ્વ. ગુરૂદેવ વિજયધર્મસૂરિ મહારાજની જયન્તી પ્રસંગે આ બહેને અંગ્રેજીમાં વ્યાખ્યાનો આપીને અને વખતો વખત પિતાની સંગીત કળાનો પરિચય કરાવીને લેકેને સારો લાભ આપ્યો હતો. મારી ભયંકર બીમારી પ્રસંગે પણ આ બહેને અને તેણીના કુટુંબ સારી ભક્તિ બતાવી હતી. તેણે ગુરૂમહારાજનું જીવનચરિત્ર પણ સિંધીમાં લખ્યું છે. તેમજ ભગવાન મહાવીરસ્વામીનું “લેર્ડ મહાવીર'એ નામનું એક ટુંકુ ચરિત્ર પણ લખ્યું છે. આ બહેનના, બલકે એમના આખા કુટુંબની પ્રેરણાના કારણે હૈદ્રાબાદ અને કરાચીમાં અનેક સિંધી કુટુંબને વખતો વખત ઉપદેશ સાંભળવાનો અને ઘણાઓએ માંસ-મચ્છી ત્યાગવાનો લાભ ઉઠાવ્યો છે, અને ઉઠાવી રહ્યાં છે. એમાં હૈદ્રાબાદમાં મુખી ડિંગોમલ અને પૂતલીભાઈ વિગેરેના કુટુંબ અને કરાચીમાં ગોવિંદ મીરચંદાનીનું, દીવાન જીવતરામ એડવાનીનું, દીવાન ઝમટમલજીનું, ડોકટર ગિડવાનીનું વિગેરે કુટુંબે મુખ્ય છે.
સિંધી લોકોમાં આવા ઘણું આત્માઓ છે, કે જેઓને સંસ્કાર નાખવામાં આવે તો ઘણે લાભ થઈ શકે. રીઢા થઈ ગએલા ઘડાઓ ઉપર ગમે તેટલું પાણી નાખવામાં આવે, તે લગભગ નિરર્થક જાય છે, જ્યારે આવા નિર્દોષ અને નિર્લેપ આત્માઓને ઉપદેશ આપવામાં થોડામાંથી ઘણે લાભ મેળવી શકાય છે. બહેન પાર્વતીની બીજી બહેનો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org