________________
સિંધમાં પ્રવેશ
[૯૩
મીઠું બોલવું અને ઓછું બેલવું, આ એમની ભાષાપ્રકૃતિ. તનમનધનથી સાધુઓની અને મહેમાનોની ભક્તિ કરવા ખડે પગે ઉભા રહેવું, આ એમની આદર્શતા. તેમને મીઠે સ્વભાવ, અને સાચા દિલનો વિનય જોઈને કોઈને પણ પ્રેમ થયા વગર ન રહે. ન કેવળ તેઓ પોતે જ, તેમનું આખું કુટુંબ સંસ્કારી, વિનયી, નમ્ર અને ભક્ત છે.
તેમની જ સાથે બીજા કટ્રેલર રામસ્વરૂપજી પંજાબી હતા. આ બનેની જોડી. એટલે જાણે રામ લક્ષ્મણની જોડી રામસ્વરૂપજી તર્ક, વિતર્ક કરવામાં બહુ હોંશિયાર. એમનું પણ આખું યે કુટુંબ ભક્તિવાળું.
ટીકીટ કલેકટર જસવન્તરાજ છે અને પુરૂષોતમદાસજી વિગેરેની મંડળી મીરપુરખાસમાં ખાસ સેવાભાવી મંડળી જેવાઈ.
મીરપુરખાસના મેયર અને આર્ય સમાજના પ્રધાન, ગુરુદિન્નામલજી વૃદ્ધ હોવા છતાં, એક યુવાન જેટલું જબરદસ્ત કામ કરે છે. આ મહાનુભાવ “મીરપુરખાસ ગેઝેટ' નામનું સિંધીમાં એક પત્ર પણ કાઢે છે. મીરપુરમાં અમારા બે ત્રણ વ્યાખ્યાનો કરાવવામાં તેમની ખાસ આગેવાની હતી; હિંદુ બહેન બેટીઓને નસાડી–ભગાડી લઈ જનારા લોકોની સામે તેઓ પ્રબળ પુરૂષાર્થ અને યુક્તિ વાપરે છે. અને તેમ કરીને ત્રણ ગુણ મુસલમાનોની વસ્તી વચ્ચે હિંદુ જાતિનું રક્ષણ કરે છે. તેઓ સિંધના એક પ્રતિષ્ઠિત સિંધી ગૃહસ્થ છે, અને આર્યસમાજી છે. મેલેરિયા
મીરપુરખાસ, એટલે મેલેરિયાનો મહાસાગર. ચારે તરફ નહેર અને ચારે તરફ પાણું ભરેલાં હોવાના કારણે અહિં ભેજ વધારે રહે છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org