SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨] મારી સિંધિયાત્રા સ્થળે કષ્ટનો જે અનુભવ થાય, એ વર્ણવ્યો વર્ણવી શકાય નહિ. એવો માણસ પુલને પૂરો કરી જમીન ઉપર પહેચે, ત્યારે એમ સમજે કે - “હા.....શ, મને નવો અવતાર મળ્યો અભ્યાસવાળા માણસો અથવા નિર્ભય માણસો બેધડક સીધા ચાલ્યા જાય છે. આવા પુલ ઉપર ચાલતાં નીચે દૃષ્ટિ ન કરવી. સાધારણ આગળ દૃષ્ટિ કરીને સીધા ચાલ્યા જવાથી જરાપણ ચકકર કે અંધારાં આવતાં નથી. બીજી લાઈનમાં આવા પુલો ઉપર બે પાટાઓની વચમાં પતરાં કે પાટીયાં જડેલાં હોય છે. પણ આ તો બાપુની ગાડી ! આવા પુલો આવતા ત્યારે બધાઓના મુખથી નિકળતું: “ધપુર સરકારે આવા સ્થળે પાટીયા લગાવ્યાં હતા તે, આમાં શું ખર્ચ થઈ જવાનું હતું ?” મીરપુરખાસ મીરપુરખાસ એ સિંધનો એક છલ્લો છે. જીલ્લા કલેકટરની ઓફીસ અહિં રહે છે. રેલ્વે સ્ટેશન બહુ મોટું છે. વ્યાપારનું પણ સ્થાન છે. રેલ્વે કટ્રલ એફીસ પણ અહિં છે. અહિં કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓએ જે ભક્તિ બતાવી, તેમાંના મુખ્ય આ છે : જોધપુર લાઈનના કન્ટ્રોલર હરગોવિંદદાસભાઇ, કે જેઓ “રાવસાહેબ” તરીકે જ આખી લાઇનમાં અને એમના સિામાં પ્રસિદ્ધ છે, તેઓનું હેડ કવાર્ટર મીરપુરખાસમાં છે. સાચી ગૃહસ્થાની મૂર્તિ, સાદો વેષ, સાદુ જીવન, અને રૂંવાડે રૂંવાડે સાધુભક્તિ. અમારે કંઇપણ પરિચય ન હોવા છતાં દરેક સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તરને તેઓ સંદેશો પહોંચાડે અને અમારી મંડળીને કંઈપણ અડચણ ન આવે, એવી વ્યવ સ્થા રખાવે. જાતે બ્રાહ્મણ છતાં ધર્મસહિષ્ણુતા એટલી બધી છે કે ધાર્મિક મતભિન્નતાની ગંધ સરખી પણ એમને સ્પર્શી નથી. ધીરે બોલવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy