________________
સમાપિથાય
કાર્યની કદર કરવામાં જ રહેલું છે. અકબરની ઉદારવૃત્તિ એટલે સુધી આગળ વધેલી હતી કે પિતાના દુશ્મનમાં રહેલા ગુણેની પણ તે ખુલ્લી રીતે પ્રશંસા કરતે. એટલું જ શા માટે? દુશ્મન હોવા છતાં તેના ગુણથી મુગ્ધ બનીને તેનું નામ અમર રાખ. વાને પણ તે પિતાથી બનતું કરતે. આનું એકજ દષ્ટાન્ત જોઈએ, અકબરે જ્યારે ચિત્તાડપર ચઢાઈ કરી અને રાણાની સાથે એક બરનું દારૂણુ યુદ્ધ થયું, તે વખતે રાણના બે પ્રધાને–જયમલ અને પતાએ અકબરની સાથે યુદ્ધ કરવામાં અસાધારણ વીરતા બતાવી હતી. તેઓની આ વીરતાથી અકબરને એક વખત ત્યાં સુધી ભય પેસી ગયે હતો કે-જયમલ અને પતાની વિરતા મને સફલતા પ્રાપ્ત થવા દેશે નહિ, પણ પાછળથી આ યુદ્ધમાં અકબરની ક્રૂરતાને પરિણામે જયમલ અને પતા મરણને શરણ થયા હતા. પરતુ અકબરના હૃદયપટ પરથી તે બન્નેની વીરતાના પ્રભાવની છાપ દૂર થવા પામી રહેતી અને તેથી અકબરે, આવા વીરપુરૂષે દુનિયામાં વિદ્યમાન નહિ હોવા છતાં પણ, ખરેખર પિતાના યશને જીવતેજ મૂકી જાય છે એ છાપ બેસાડવાની ખાતર-તે બન્નેની વીરતાના ગુણ ઉપર ફિદા થઈ આગરે આવી તે બનેનાં પૂતળાં આગરાના કિલ્લામાં ઉભાં કર્યાં હતાં. અકબરના સમયને જ શ્રાવક કવિ ગsષભદાસ અકબરના મૃત્યુ પછી વીસ વર્ષે બનાવેલા શ્રીહીરવિજયસૂરિરાસ ના પૃ. ૮૦ માં લખે છે કે –
જયમલ પતાના ગુણ મન ધરે બે હાથી પત્થરના કરે; જયમલ પતા બેસાર્યા ત્યાંહિ એસા શૂર નહિ જગ માંહિ.”
જે કે, જયમલ અને પિતાનાં આ બાવલાં અકબરે તે આગરાના કિલ્લાના સિંહદ્વારની બન્ને બાજુએ સ્થાપન કર્યા હતાં; પરન્તુ પાછળથી જ્યારે શાહજહાને દિલ્લી વસાવ્યું અને તેનું નામ શાહજહાનાબાર રાખ્યું, ત્યારે ઉપરનાં બને બાવલાને આગથી ઉઠાવીને દિલ્લીના કિલ્લાના સિંહદ્વારની બન્ને બાજુએ સ્થાપન કરવામાં આવ્યાં હતાં. અહિંનાં આ બન્ને બાવલને જોઈને, શનિવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org