________________
૫૮
સૂરીશ્વર અને સમા
-~-~~ ~~ -~~-~~-~કરીને અને ત્રાસ પમાડીને પિતાને ભંડારજ પૂરવા ચાહે છે તે રાજાજ કેમ કહી શકાય? ભંડાર ભરવાની આશાથી આ પૃથ્વીની સપાટી ઉપર કેટલા રાજાઓ અનીતિ અને અન્યાય કરી ચૂક્યા, પણ કેઈને ભડાર કાયમને ભરેલો રહે ? અરે! એક માત્ર તુચ્છ લક્ષમીની ખાતર જેમણે હજાર, લાખે કે કરોડે મનુષ્યના ખનની નદિઓ વહેતી કરી હતી, તેઓ પણ શું તે લક્ષમીને પિતાની સાથે લઈ ગયા? આવી રીતે પ્રજાના ઉપર અન્યાય કરનારા અને ત્રાસ વરતાવનારા રાજાઓ માત્ર એટલે જ વિચાર કરતા હોય કે- એક મનુષ્ય એક નાનકડે ગુન્હો કરે છે, તે તેને માટી શિક્ષા આપી અમે આ ભવમાંજ તેના પાપનું ફળ બતાવી આપીએ છીએ, જ્યારે હજારે કે લાખ મનુષ્ય ઉપર ગુજારાતા ત્રાસનું ફળ અમને કેવું મળવું જોઈએ?” ખેદને વિષય છે કે ડાહ્યા અને વિચક્ષણ મનુષ્ય પણ સ્વાર્થવૃત્તિમાં અંધ બનીને પિતાના પહાડ જેવડા ગુન્હાને પણ ગુન્હા તરીકે જોઈ શકતા નથી
અથવા તે પિતાના અધિકારના મદમાં “ભવાન્તરમાં પાપનું પ્રાયશ્ચિત્ત કેવું ભેગવવું પડશે, ”એને પણ ખ્યાલ રાખી શકતા નથી.
અકબરે પિતાની દયાળુવૃત્તિના પરિણામથી પ્રજા ઉપરથી આવા કરે દૂર કર્યા હતા, એટલું જ નહિં, પરન્તુ બળદ, ભેંસ તથા પાડા, ઘોડા અને ઉંટ એ જાનવરોને કેઈએ મારવાં નહિં, એ કાયદે પિતાના રાજ્યમાં પ્રચારિત કર્યો હતે. આ સિવાય કોઈપણ તીને પોતાની મરજી વિરૂદ્ધ સતી થવાને પણ કોઈએ ફર્જ ન પાડવી, એવી આજ્ઞા પ્રચલિત કરી હતી. તેમ અમુક અમુક દિવસેએ કોઈ પણ પ્રાણીને વધ ન કરે, એ પણ હુકમ બહાર પાયે હતું, જે કે પાછલી જિંદગીમાં તે આથી પણ વધારે દયાળુ કાર્યો કર્યાં હતાં જે વાત આગળ ઉપર આપણે જોઈશું.
અકબરના આ દયાળુવૃત્તિના ગુણને પ્રકાશમાં લાવનાર તેને ઉદારતાને ગુણ હતા. પિતાના આશ્રિત મનુષ્યના કાર્યની કદર કરવામાં તે કા હેતે. ખરી વાત છે કે મહેરાઓનું મહત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org